Vadodara

બિલ્ડરોની મનમાની, સર્કલ બનાવી પોતાનાં પ્રોજેક્ટના નામ આપી દીધા

વડોદરામાં ચાર રસ્તા પર સર્કલના નામકરણને લઈ વિવાદ

સર્કલની રાજનીતિને લઈ રાજકારણ ગરમાયું ભાજપ કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય વિરોધમાં

વડોદરા ગોત્રી વિસ્તારમાં બે બિલ્ડર ગ્રુપ દ્વારા ચારા રસ્તા પર સર્કલ બનાવી પોતાનું નામ લખી દેવામાં આવ્યું છે. જેને લઈ વોર્ડ 10 ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા ખુલીને વિરોધમાં આવ્યા છે. નીતિન દોંગાએ સર્કલની રાજનીતિ શરૂ કરી છે. યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સનસિટી ગ્રુપ દ્વારા સર્કલ બનાવી સનસિટી સર્કલ નામ આપી દીધું હતું, તેવી જ રીતે નીલાંબર ગ્રુપ દ્વારા ગોત્રી વાસણા ચાર રસ્તા પર સર્કલ બનાવી નીલાંબર સર્કલ નામ આપી દીધું. જેને લઈ સ્થાયી સમિતિ સભ્ય અને ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા નારાજ થયા છે.
નીતિન દોંગાએ નીલાંબર સર્કલનું નામ બદલી લાલગુરુ સર્કલ કરી દીધું. તેમજ બિલ્ડરના નામની તકતી તોડીને ફેંકી દીધી. આ ઉપરાંત તખતી પર કેસરી કલર લગાવી દીધો. જેને લઈ બિલ્ડરના માણસો અને કોર્પોરેટર સામસામે આવી ગયા. બંને વચ્ચે જાહેર રોડ પર જ ઉગ્ર બોલાચાલી થઈ. જેથી બિલ્ડર દ્વારા કોર્પોરેટર નીતિન દોંગા વિરૂધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી. નીતિન દોંગાએ કહ્યું કે બિલ્ડરો દ્વારા મંજૂરી વગર સર્કલ બનાવી નામકરણ કરી દેવાયું છે.

નામકરણને લઈ નીતિ બનશે

સર્કલના નામકરણના વિવાદ મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે નવા બનેલા રોડ પર સર્કલનું નામકરણ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી થાય છે. વર્ષ 2004થી સ્થાયી સમિતિએ નવા રોડ પર નામકરણને લઈ મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપી હતી. બિલ્ડરો દ્વારા કયા આધારે નામ આપ્યું તેની તપાસ કરીશું. તેમજ મોટી સંકલન બોલાવી સર્કલ બનાવવાને લઈ નવી પોલિસી બનાવવામાં આવશે.

Most Popular

To Top