ક્રિસ્ટલ એમ્બ્રોસિયા સોસાયટીમાં બિલ્ડરે રૂપિયા લીધા હોવા છતાં કોઈ સુવિધા નહીં આપતા તેની રજૂઆત કરવા આવ્યા હોવાનું બંનેએ જણાવ્યું
વડોદરા તારીખ 4
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગણપતિ પંડાલની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે બે વ્યક્તિ દોડી આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પરંતુ આ બંને વ્યક્તિ ક્રિસ્ટલ એમ્બ્રોશિયા સોસાયટીના રહીશ હતા અને રૂપિયા લીધા હોવા છતાં બિલ્ડર દ્વારા સોસાયટીમાં કોઈ પ્રકારની સુવિધા નહીં આપીને તેમની સાથે છેતરપિંડી કરી હોય તેમની રજૂઆત કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસે બંનેને પકડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે રાત્રે વડોદરા શહેરના વિવિધ ગણેશ મંડળની મુલાકાત લીધી હતી. ગોત્રી વિસ્તારમાં ગૃહ મંત્રી પહોચ્યા હતા. ત્યારે ક્રિસ્ટલ એમ્બ્રોસિયા સોસાયટીના બિલ્ડર દ્વારા કોઈ પ્રકારની સુવિધા નહીં આપી હોવાની રજૂઆત કરવા માટે બે યુવાનો પહોચ્યા હતા. પરંતુ પોલીસે તેઓ હર્ષ સંઘવી સુધી પહોંચે તે પહેલા જ બંનેને ઝડપી પાડ્યા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અચાનક દોડી આવેલા બે વ્યક્તિના કારણે પોલીસ કર્મચારીઓ એક્શનમાં આવી ગયા હતા. આ આ બંને વ્યક્તિ કાંઈ અજુગતું તો કરવા નહોતા આવ્યાને તેને લઈને એક તબક્કે રાજકીય નેતાઓ અને મેદની પણ અચંબીત થઈ ગઈ હતી.