Vadodara

બિન ખેતીની જમીનો ઉપર થયેલા બાંધકામો કાયદેસર કરવા અવેજ અને દંડની રક્મ વસૂલીને સરકાર માલિકી હક આપશે

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરનારને કોઈ લાભ નહીં મળે.
રાજ્ય સરકારના જમીન મહેસુલ વિભાગે સન 2017 માં સુધારા હેઠળના કાયદામાં વધુ પારદર્શક નિયમો ઘડી કાઢ્યા અને તેમાં વધુ સુધારા લાવવાની સરકારને જરૂરિયાત જણાતા વિધાન સભામાં સુધારા બિલને મંજૂરી અપાઈ હતી. જેના કારણે રાજ્યમાં 30 લાખથી વધુ મકાન ધારકોને આ કાયદાનો ભરપૂર લાભ મળી શકવાથી માલિકી હક પ્રાપ્ત થશે.
ગુજરાત રાજ્યમાં લાખો ચોરસ મીટર જમીન ઉપર શરત ભંગથી સેકડો મિલકતોમાં બાંધકામો થઈ ગયા છે. જેમાં તોડફોડ કરીને પ્રજાને બેઘર કરવાના બદલે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શુક્રવારે ગુજરાત જમીન મહેસુલનું સુધારા વિધાયક વિધાનસભામાં રજૂ કરીને લાંબી ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારી હતી. કાયદો પાસ થતાં જ વર્ષોથી ગેરકાયદેસર બાંધેલી મિલકતો નિયમિત થઈ જવાની તંત્રે ધારણા સેવી હતી. સન 1961થી 2005 પહેલાના મિલકત કે સોસાયટીના બાંધકામમાં બિનખેતી કે ગણધારા સહિતની શરત બંધ કરીને જમીનમાં ગેરકાયદેસર બાંધકામો ઉભા કર્યા હોય તેવી અનેક અરજીઓ ફરિયાદો તંત્રને ધ્યાને આવી હતી. લાંબા અરસા બાદ આવી શરત ભંગ થયેલી મિલકતોના બાંધકામોને કાયદેસર કરવા ઘણા સમયથી ચર્ચા વિચારણાઓ ચાલુ હતી. જેનો રહી રહીને નિકાલ આવતા રાજ્યમાં 30 લાખથી વધુ મિલકતોના મકાન માલિકોને આ કાયદાનો ભરપૂર લાભ મળી શકશે .

મહેસુલ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 2017માં સુધારા હેઠળના કાયદામાં વધુ સુધારા લાવવા સરકારની જરૂરિયાત જણાઈ હતી. તેના પરિણામના ભાગરૂપે બિલ તૈયાર કરાયું હતું. કાયદાઓમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોવાના કારણે વર્ષોથી ગેરકાયદેસર બાંધેલી મિલકત નિયમિત થતી ન હતી . હવે નવા કાયદાના કારણે સોસાયટીના માલિકો બાકી પ્રીમિયમ દંડ સહિત વ્યાજની રકમ ભરપાઇ કરીને સરકારના ચોપડે કાયદેસર કરાવી ને દસ્તાવેજ કરવાથી બેન્કો માંથી લોન પણ મેળવી શકશે. અને પ્રોપર્ટી કાર્ડમાં નામ નોંધાવીને માલિકી હક પ્રાપ્ત કરી શકાશે.
મહેસુલ મંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સત્તા મંડળની જમીનો પર દબાણ કરી બનેલા મકાનોને આ કાયદો લાગુ પડશે નહીં. રહેણાક મિલકતોને માલિકી હક આપવા ખાસ વિસ્તાર જાહેર કરાશે અદાલતોમાં ભરાવો થયેલ સેકડો લીટીગેશન ના કેસના ભારણ ઘટાડીને રેવન્યુ રેકોર્ડ પર પડતી નોંધની સાથે જ મિલકતને કાયદેસરતા આપવાનો સરકારનો ઉમદા હેતુથી જ આ સુધારા બિલ ખાસ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે બિલ પાસ થતાં પૂર્વે જ વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ પ્રજાના હિત જળવાઈ તેવા કાયદા ને મંજૂર કરવા મંત્રીએ જણાવેલ કે આ કાયદોથી સરકારી જમીનો પચાવી પાડતા ભૂમાફીયાઓ કે બિલ્ડરોને કોઈ જ લાભ મળી શકશે નહી.

Most Popular

To Top