*બાજવાની જનની જનરલ સર્જિકલ હોસ્પિટલના તબીબની બેદરકારીના આક્ષેપો સાથે પરિજનોનો હોબાળો*
*આઠ મહિના સોનોગ્રાફી અને દવા બાદ પ્રસુતાને જન્મેલા બાળકના એક હાથનું કાંડું જ નહોતું , જે બાબતે ડોક્ટરે માહિતી ન આપી હોવાના આક્ષેપો*
*પરિવાર આ બાબતે પૂછવા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તબીબનો પુત્ર લાકડી લઈ મારવા દોડ્યો*

(પ્રતિનિધિ) વડોદરા તા.06
વડોદરા શહેરના ઉત્તર પશ્ચિમ છેવાડે આવેલા બાજવા ગામના જનની જનરલ સર્જીકલ હોસ્પિટલમાં આઠ માસ સુધી સગર્ભા મહિલાની સોનોગ્રાફી કર્યાં પછી પણ પ્રસુતિ બાદ બાળકને એક હાથનું કાંડું ન હોવાથી પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો કરવા સાથે ડોકટર ઉપર બેદરકારીનો આરોપ લગાવાયા હતા. તબીબનો પુત્ર લાકડી લઈ મારવા દોડતાં સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી.

વડોદરા શહેરના ઉત્તર પશ્ચિમ છેવાડે આવેલા બાજવા ગામની સગર્ભા મહિલાની 8 મહિના સુધી જનની જનરલ સર્જીકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આંકલાવ ખાતે બાળકનો જન્મ થયો ત્યારે બાળકના એક હાથનું કાંડું ન હોવાથી પિતા રાહુલ જગદીશ ભાઈ ગોહિલ અને પરિજનો સીધા જ આ જનની જનરલ સર્જીકલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ડોકટર વસંત શ્રોફ ઉપર બેદરકારીના આરોપ મુક્યા હતા. જયારે પીડિત પરિવાર ડોકટરને લાપરવાહી બાબતે કહેવા માટે ગયો હતો ત્યારે ડોકટરનો પુત્ર ડંડો લઈને મારવા દોડી આવ્યો હતો. મામલો જવાહરનગર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.