Dahod

બાળકીની હત્યાના આરોપી આચાર્યના સાડા ત્રણ દિવસના ફરધર રિમાન્ડ મંજુર



આરોપી રિમાન્ડ દરમિયાન પોલીસને સહકાર ન આપતાં હોવાનો ખુલાસો..


દાહોદ તા. 27

દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર સિંગવડની તોરણી પ્રાથમિક શાળાની પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાના બનાવમાં પકડાયેલા નરાધમ આચાર્યની ઘરપકડ કરી લીમખેડા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસે આ ચકચારી કેસમાં વધુ તપાસઅર્થે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ગુનાની ગંભીરતા જોતા આરોપી આચાર્ય ગોવિંદ નટના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જોકે રિમાન્ડ દરમિયાન આરોપી આચાર્ય પોલીસ તપાસમાં સહકાર ન કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજરોજ આરોપી ગોવિંદ નટના રિમાન્ડ પૂર્ણ થતા હોય પોલીસે આરોપીને લીમખેડા કોર્ટમાં રજૂ કર્યો હતો અને ફરધર રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે આરોપી ગોવિંદ નટના વધુ સાડા ત્રણ દિવસના એટલે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્યંત ઘૃણાસ્પદ અને સંવેદનશીલ ગણાતા કેસમાં પોલીસે ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં સમગ્ર કેસની કડીને જોડી ગુરુ શિષ્યના સંબંધોને કલંકિત કરનાર શાળાના આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો.જોકે હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ કેસની વધુ તપાસ અને રજેરજની માહિતી મેળવવા માટે પ્રયાસરત છે.જોકે આરોપી પોલીસ તપાસમાં સહકારનો આપતો હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે પોલીસ હવે ફરધર રિમાન્ડ દરમિયાન સમગ્ર કેસની તમામ વિગતોને આવરી લેશે. આ તમામ સંજોગોની વચ્ચે ચકચારી કેસમાં રાજકારણ ઇન્વોલ્ડ થતાં વિવિધ રાજકીય નેતાઓ હવે પીડિત પરિવારના ઘર સુધી પહોંચી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ આમાંથી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દીકરી અને તેના પરિવારને ન્યાય આપવા માટે આરોપી આચાર્યનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top