Vadodara

બાલાસિનોર રોડ પર બાઇક સ્લીપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત

યુવક છેલ્લા બારેક વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો

પરિવારમાં માતા પિતા,પત્ની તથા ત્રણ નાના બાળકો છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 17

ખેડા જિલ્લાના બડેલીયા ગામ ખાતે પરિવાર સાથે રહેતો એક પરણિત યુવક ગત ઉતરાયણ ના દિવસે પોતાની ફરજ પરથી છૂટીને ઘરે આવતો હતો તે દરમિયાન બાલાસિનોર રોડ ખાતે આવેલી થર્મલ ચોકડી પાસે અચાનક બાઇક સ્લીપ થતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેનું ગત તા. 17મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બડેલીયા ગામે પરિવાર સાથે રહેતા આશરે 34 વર્ષીય ગોવિંદભાઈ ચંદિરભાઇ પરમાર બાલાસિનોર રોડ પર આવેલા થર્મલ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે છેલ્લા બારેક વર્ષથી ફરજ બજાવતા હતા તેઓ ગત તા. 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના દિવસે ફરજ પરથી બપોરે બાર વાગ્યાના સુમારે બાલાસિનોર રોડ પર આવેલી થર્મલ ચોકડી પાસેથી બાઇક લઇને ઘરે આવતી વેળાએ અચાનક બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસત થયો હતો જેથી આસપાસના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્ત યુવકના પરિવારને જાણ કરી તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ગત તા. 14મી જાન્યુઆરીના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત તા. 17મી જાન્યુઆરીના રોજ પાંચ કલાકે સારવાર દરમિયાન એસ.આઇ.સી.યુ. વિભાગમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતકના પરિવારમાં માતા પિતા, પત્ની તથા બે દીકરીઓ જેમાં મોટી દીકરી પાંચ વર્ષની, નાની દીકરીની ઉંમર ત્રણ વર્ષ તથા સૌથી નાનો બે વર્ષીય પુત્ર છે મૃતકના પિતા ખેતીકામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top