Vadodara

બાલાજી પોઈન્ટના વીજ મીટરોમાં આગ ભભૂકી,અંધારપટ છવાતા લોકોમાં ફફડાટ

લાઈટો ગુલ થતા રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મૂકાયા :

ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા રહીશોની માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરામાં ગરમીનો પારો વધવાની સાથે સાથે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે. મધરાતત્રીએ શહેરના સંગમ ચાર રસ્તા તરફ જતા રોડ પર આવેલા બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અંધારપટ છવાઈ ગયું હતું. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે લાઈટો ગુલ થતા લોકો ગરમીમાં મુશ્કેલીમાં મૂકાયા હતા.

વડોદરા શહેરના હરણી રોડ પર બાલાજી પોઇન્ટ એપાર્ટમેન્ટમાં મધરાત્રીએ આગ લાગવાની ઘટના બની હતી. વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થયા બાદ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. મોટો અવાજ થતા લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ વીજ મીટરોમાં આગ લાગતા લાઈટો ગુલ થઈ હતી. જેના કારણે 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો. લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ પર કાબુ મેળવ્યા બાદ કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતા રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મૂકાયા હતા અને ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા માંગણી કરી હતી. જ્યારે આ આગની ઘટનામાં વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.

Most Popular

To Top