Vadodara

બાલભવન પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાઈ

ડિવાઈડર પર લાગેલા ઝાડ સાથે કાર રોડની બીજી તરફ આવી પહોંચી

સદનસીબે વાહન વ્યવહારની અવર જવર નહીંવંત હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી

( પ્રતિનિધી )વડોદરા,તા.27

વડોદરામાં દિવાળીના તહેવારોના પ્રારંભેથી શરૂ થયેલો અકસ્માતોનો દોર અટકી નથી રહ્યો. વરસાદી માહોલ વચ્ચે પણ કેટલાક ચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારી પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે, બાલ ભુવન પાસે કારના ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ રોડની બીજી બાજુ ઉતરી ગઈ હતી. જેના કારણે ડિવાઈડર પર લાગેલા ઝાડ ઉખડી ગયા હતા.

વડોદરામાં કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. શહેર જિલ્લા અને હાઈવે પર અકસ્માતોનો સિલસિલો આજેપણ યથાવત રહેવા પામ્યો છે. ત્યારે, શહેરના બાલભવન પાસે કારના ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ડિવાઈડર પર લાગેલા ઝાડ તોડી રોડની બીજી તરફ પહોંચી ગઈ હતી. સદનસીબે અન્ય વાહનોની અવરજવર ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે, કારચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેને 108 દ્વારા એસએસજી હોસ્પિટલ પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ કારને સાઈડ પર ખસેડી વાહન વ્યવહાર હળવો કર્યો હતો. નોંધનીય છે કે શહેરમાં અકસ્માતોની ભરમાર શમતી નથી. ત્યારે, ચાલી રહેલા અકસ્માતના દોર વચ્ચે શહેરના માથેથી મોટી હોનારત ટળી હતી. નહીતો હિટ એન્ડ રન ઘટના બનતી એ વાતને પણ નકારી શકાય તેમ નથી. ત્યારે, વારંવાર થતા અકસ્માતોના કારણે શહેર હવે અકસ્માતનગરીમા પરિવર્તિત થઈ ગઈ હોય તેમ એક બાદ એક અકસ્માતના બનાવો પરથી લાગી રહ્યું છે.

Most Popular

To Top