Vadodara

બાપોદ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક શખ્સને ઝડપ્યો

*મકરસંક્રાતીના તહેવાર અનુસંધાને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ*


*બે રીલ સાથે કુલ રૂ 1100નો મુદામાલ ઝડપી પાડ્યો*


શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ કરવા ફરતા એક ઇસમને 02 ચાઇનીઝ દોરીની રીલ સાથે કુલ રૂ 1100ના મુદામાલ સાથે બાપોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે એક ઇસમ નામે શ્રવણ વસાવા રહે, સયાજીપુરા ગામ આજવા રોડ કોઇ જગ્યાએથી ચાઇનીઝ દોરીની ખરીદી કરી તેને ઉંચા ભાવે વેચાણ કરવા સારૂ નવજીવનથી સરદાર એસ્ટેટ થઈ પોતાના ઘરે ચાલતો જાય છે. જેણે બ્લેક કલરનુ ગરમ જેકેટ પહેરેલી છે. જેને કોર્ડન કરી પકડી પાડી નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ શ્રવણ ગોંવિદભાઇ વસાવા જણાવ્યું હતું. તેની પાસે કુલ 02ચાઇનીઝ દોરાની પ્રતિબંધિત રીલ મળી આવેલ અને એક રીલની કિંમત આશરે રૂ.550/- લેખે ગણી કુલ્લે રિલની કિંમત રૂ.1100/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુધ્ધમા બાપોદ પોસ્ટેમા ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Most Popular

To Top