વડોદરામાં અવાર નવાર જમવાની હોટલો રેસ્ટોરન્ટ અને લારીઓ પર જીવજંતુ નીકળવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ગણેશ ફેન્સી ઢોસા નામની રેસ્ટોરન્ટ સંભાર માંથી ઈયળ નીકળવાનું મામલો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ઓછા રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અનેક જાહેરાતો આવતી હોય છે જેનાથી રેસ્ટોરન્ટ હોટલ અને લારીવાળા ઘણી સારી કમાણી કરતા હોય છે . પરંતુ ઓછા રૂપિયામાં વધુ ખાવાની સુવિધાના કારણે લોકો ત્યાં રાત્રી જમવાનું જમતા હોય છે. આમ પણ એક જાણે ટ્રેન્ડ બની ગયો હોય દિવસે ઘરે મહિલાઓ ભોજન બનાવતી હોય છે પરંતુ સાંજનું કે રાતનું જમવાનું બહાર જ ક્યાંક જમી લેવું. આ આગ્રહ રાખતા હોય છે ત્યારે જલદબાજીમાં બનાવેલું રેસ્ટોરન્ટ નું હોટલનું જમવાનું ક્યાંક ને ક્યાંક વાસી પણ હોય છે જેના કારણે અંદર જીવાતો વંદાઓ મળી આવતા હોય છે. એવી જ રીતે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ગણેશ ફેન્સી ઢોસા રેસ્ટોરન્ટમાં સંભારમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઇને ગ્રાહકે રેસ્ટોરન્ટના માલિકને જણાવતા રેસ્ટોરન્ટ માલિકે રેસ્ટોરન્ટમાં કામ કરતા વેઇટરને તરત સંભાર નો જગ પરત લઈ જવા ઈશારો કર્યો હતો. ત્યારબાદ ઇયળ વાળો સંભાર માલિકના ઇશારે કહેવા પ્રમાણે રેસ્ટોરન્ટમાં કામ કરતો વ્યક્તિ જગ લઈને જતો રહ્યો હતો. અને આ ઘટનાને ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો . પરંતુ ત્યાં ઉપસ્થિત જે ગ્રાહકને સંભાર માંથી ઈયળ નીકળી તેઓએ આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો.
બાપોદના ગણેશ ફેન્સી ઢોસાના સંભારમાંથી ઈયળ નીકળી
By
Posted on