ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન પર અસર
વડોદરા: વડોદરાના બાજવા ગામમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.જેથી બાજવા ગામમાં માત્ર એક કલાકમાંજ વરસાદી પાણી ભરાયા હતા.
અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.જ્યારે આજે શાળામાં અભ્યાસ અર્થે ગયેલા બાળકો પણ અટવાયા હતા.
ભારે વરસાદને કારણે જન જીવન પર અસર જોવા મળી હતી.જ્યારે બાજવા-છાણી ગરનાળુ બંધ થઈ ગયું હતું.જેના કારણે બાજવા છાણી તરફ જતા લોકો અટવાયા હતા.