વડોદરાના બાજવા ગામ વિસ્તારમાં દસ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જૂની પાણીની ટાંકી કરતા નવી પાણીની ટાંકી વધારે ખરાબ હાલતમાં જોવા મળી છે. પાણી ની ટાંકી એટલી હદ સુધી જર્જરિત થઈ ગઈ છે કે ટાંકીથી ગમે ત્યારે કોઈ મોટો અનિચ્છિય બનાવ બની શકે એવા ભય હેઠળ ગ્રામજનો જીવી રહ્યા છે. ટાંકીની નીચે આવેલી બાલવાડીને ભયના ઓથા હેઠળ ત્યાંથી ખસેડી હાલ પૂરતી ભાડાના મકાન ખસેડવામાં આવી છે. બાજવા ગામના લોકો નુંકેહવું છે દસ વર્ષ પૂર્વે બનાવેલી આ પાણી ની ટાંકીની હાલત ખુબ ખરાબ હાલત માં છે અને ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ સકે એમ છે જેના કારણે કોઈનો જીવ જાય એમ છે પરંતુ સત્તાધીશો અને અધિકારીઓને પ્રજાની કોઈ ચિંતાજ નથી. દસ વર્ષમાં ટાંકી જર્જરિત થઇ જતી હોય તો એનો મતલબ સાફ છે કે પાણી ની ટાંકી બનાવવા માં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એમ દેખાઈ આવે છે. બાજવા ગામના લોકોમાં મોટી દુર્ઘટના થાય એવો ભય ફેલાઈ ગયો છે.
બાજવાની ટાંકી જર્જરિત, અકસ્માતનો ભય
By
Posted on