Vadodara

બાંગ્લાદેશમાં હિંસાના વિરોધમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા હિન્દુ સંગઠનો દ્વારા જનઆક્રોશ રેલી

કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

*મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે રાજપૂત કરણી સેના, ક્ષત્રિય સેના સહિત હિન્દુ સંગઠનો જોડાયા*


*પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત કલેક્ટર કચેરી ખાતે ગોઠવવામાં આવ્યો હતો*


(પ્રતિનિધિ) વડોદરા તા. 16

બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્બારા હિન્દુઓની નિર્મમ હત્યા તેમજ હિન્દુઓના ધાર્મિક સ્થળો મંદિરો પર હૂમલા ની ઘટનાઓથી દેશના હિન્દુઓમા આહતની લાગણી વ્યાપી છે. દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીય હિન્દુઓ દ્વારા આવા કૃત્યને વખોડી કાઢવાની સાથે સાથે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ઠેરઠેર પોસ્ટર્સ, બેનરો સાથે દેખાવો યોજી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ તથા ધાર્મિક સ્થળોએ કરવામાં આવી રહેલા અત્યાચારોને તાત્કાલિક અસરથી રોકવાની માગણી ઉઠી છે ત્યારે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને બ્રહ્મ અગ્રણી શૈલેષ ભાઈ મહેતા (સોટ્ટા)ના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર/ જિલ્લાના કાર્યકરો દ્વારા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે અન્ય હિન્દુ સંગઠનોને સાથે રાખીને એક મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના આગેવાનો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનોએ મોટી સંખ્યામાં આ મિટિંગમાં ભાગ લીધો હતો. જેમા વિવિધ યુવક મંડળો-સંતો મહંતો-હિન્દુ જાગરત પ્રેરિત સંધર્ષ સમિતિનાં નેજા હેઠળ એક જન આક્રોશ રેલીનું પણ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં.વૈષ્ણવાચાર્ય પૂ.પંકજકુમાર ગોસ્વામી, રમેશ પટેલ-કૌશિક વરિયા-મહેન્દ્રસિંહ રાઠોડ-રવિરાજસિંહ-નિરવ ભટ્ટ. મુકતેશ ત્રિવેદી, હીનાબેન ઉપાધ્યા, મોનિકાબેન યાજ્ઞિક , પ્રિયાબેન , કૃપાબેન, કલ્પનાબેન, રેણુકાબેન, હિંમતભાઈ રાવલ, ધૈર્યભાઈ જોશી, ઉત્પલભાઈ ઉપાધ્યાય, કાર્તિક ભાઈ ઓઝા, સાથે બીજા અનેક કાર્યકરો હાજર રહ્યા સાથે સાથે -બેનર્સ પોસ્ટર્સ ધજા પતાકા સાથે હાજર રહી સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર-હૂમલાને વખોડ્યો હતો અને બાંગ્લાદેશ સરકાર તાત્કાલિક અસરથી આ હૂમલાઓ રોકે તેમજ ભારત સરકાર હિન્દુઓની રક્ષા માટે પગલાં લે તેવી માગ કરી હતી. આ જન આક્રોશ રેલીમાં, પ્રદર્શનમાં હનુમાનજીની વેશભૂષામાં સજ્જ યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જન આક્રોશ રેલી મુદ્દે કલેક્ટર કચેરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વિવિધ સંગઠનોના દેખાવને પગલે કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.શાંતિ પૂર્વક નીકળેલી જન આક્રોશ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top