Vadodara

બહુમાળી બિલ્ડીંગના ટેરેસ પરથી એક વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ,ફાયર-પોલીસે સમયસર રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા શહેરમાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. સાત માળની માતૃકા રેસિડેન્સી નામની બહુમાળી બિલ્ડીંગના સાતમા માળ ઉપરના ધાબે એક ઇસમે ચડી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયર અને પોલીસ વિભાગની ત્વરિત રેસ્ક્યુ કામગીરીથી ઈસમને આપઘાત કરતા અટકાવી લેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના દરબાર ચોકડી નજીક માતૃકા રેસીડન્સીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક ઈસમ બહુમાળી બિલ્ડીંગ પર ચડી જતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ 108 ઇમર્જન્સી સેવા તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યુ ટીમે ખુબ જ શાંતિ અને સમજદારીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. આ ઈસમને સમજાવીને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને ઉત્સુકતા જોવા મળી હતી. બાદમાં પોલીસે આ વ્યક્તિને કાઉન્સિલિંગ માટે લઈ જઈ તેની માનસિક સ્થિતિ અંગે માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ઇસમે આવું પગલું શા માટે ભર્યું તે જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પત્નિ સાથે ઘરકંકાસના કારણે આકાશ નામના આ ઇસમે પગલું ભર્યું હોવાની માહિતી મળી હતી.

Most Popular

To Top