પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડના વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર અને ભાજપ પર પ્રહાર
દાહોદ:
દાહોદના વિવિધ સંગઠનો અને વિવિધ પાર્ટી દ્વારા છ વર્ષ ની બાળકી ને ગળું દબાવી મારી નાખવાના બનાવને લઇ ભારે આક્રોશ સાથે વિરોઘ કરવામાં આવી રહ્યો છે. વિવિધ પાર્ટીઓ તથા વિવિધ સંગઠનો અને સમાજો દ્વારા સખત વિરોઘ કરી ફાંસીની સજા થાય તેવી માગ સાથે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. માજી સાંસદ ડો પ્રભાબેન તાવિયાડે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપર આ બનાવને લઇ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામા તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળા સાથે શારિરીક અડપલાનો પ્રયાસ કરી માસુમ બાળકીનું મો દબાવી મોતને ઘાટ ઉતાર્યાના બનાવને પગલે સમગ્ર ગુજરાતની સાથે સાથે દાહોદ જિલ્લામાં લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં વિવિધ સંગઠનો, સમાજના લોકો, રાજકીય પાર્ટી વિગેરે દ્વારા આ મામલે ભારે વિરોધ સાથે આક્રોશ દર્શાવી જિલ્લામાં તમામ સ્થળોએ લાગતા વળગતા તંત્રને આવેદનપત્ર આપી આરોપી આચાર્યને સખ્તમાં સખ્ત સજા તેમજ ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે. ત્યારે પુર્વ કોંગ્રેસના સાંસદ ર્ડા. પ્રભાબેન તાવીયાડ દ્વારા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર પર આ બનાવને પગલે ભારે આક્રોશ વ્યક્ત કરી સાંસદ તેમજ ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
સીંગવડની તોયણી પ્રાથમીક શાળામાં ધોરણ ૦૧માં અભ્યાસ કરતી માસુમ ૦૬ વર્ષિય બાળકીને શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પોતાની ફોર વ્હીલર ગાડીમાં બાળકી સાથે શારિરીક અડપગલા કરી માસુમ બાળકીનું મો દબાવી મો દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે પોલીસે સઘન તપાસનો ધમધમાટ આરંભ કરી બનાવ બાદ ગણતરીના દિવસોમાં આરોપી આચાર્ય ગોવિંદ નટની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે આ બનાવને પગલે દાહોદ જિલ્લાવાસીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં ઠેર ઠેર સંબંધિત તંત્રને આવેદનપત્ર પાઠવી આરોપીને સખ્તમાં સખ્ત તેમજ ફાંસીની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના પુર્વ કોંગ્રેસના સાંસદ ર્ડા. પ્રભાબેન તાવીયાડ દ્વારા ભાજપના દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાનેથી થોડે દુર આ તોયણી પ્રાથમીક શાળા આવેલી છે. તેમ છતાંય સાંસદ દ્વારા મૃતક બાળકીના પરિવારની મુલાકાત સુધ્ધા કરી નથી. ભાજપના રાજમાં આરોપીઓ બેફામ બની રહ્યાં હોવાના આક્ષેપો પણ ર્ડા. પ્રભાબેન તાવીયાડ દ્વારા કરવામાં આવ્યાં હતાં. ભાજપના રાજમાં આવા આરોપીઓને ખુલ્લુ મેદાન મળી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા પણ જિલ્લામાં ઠેર ઠેર પોત પોતાના વિસ્તારમાં આ મામલે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના સંબંધિત તંત્રને આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આદિવાસી સમાજ, સંગઠનો, તાલુકા, જિલ્લાના ગ્રામજનો વિગેરે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું.
————————————–