
હજી સુધી ડો.ચિરાગ બારોટની ખબર ન મળતાં પોલીસના હવાતિયાં
એસ.એસ.જી. હોસ્પિટલના મનોચિકિત્સક સિનિયર તબીબ સામે મહિલા તબીબ દ્વારા લગ્નની લાલચે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવડાવી અલગ અલગ સ્થળોએ તેઓ સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા જ સિનિયર તબીબ પોતાની ફરજ પર કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના જવાનું બંધ કરી જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય ડીન તથા એસ.એસ.જી. હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર દ્વારા તાત્કાલિક અસરથી તબીબને મેમો ફટકારી આપ્યો છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટર ચિરાગ બારોટ ઉપર મહિલા તબીબ સાથે લગ્નની લાલચે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાયા બાદથી તેઓ પોતાની ફરજ પર જણાયા નથી ફરિયાદ બાદથી જ તેઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડો.ચિરાગ બારોટ સામે બળાત્કાર ની ફરિયાદ બાદ અધિકૃત રીતે ડોક્ટર પોતાની ફરજ પર હાજર ન થતાં હોસ્પિટલના મેડિકલ વિભાગના ડીન અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર દ્વારા તાત્કાલિક ડો.ચિરાગ બારોટને મેમો ફટકારી આપ્યો છે તદ્પરાંત ડો.ચિરાગ બારોટ સલાટવાડા સ્થિત ક્લિનિક પરથી આવક મેળવતા હતા કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.