63 વર્ષીય વૃદ્ધ બર્જર પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સફાઇ કર્મી તરીકે ફરજ બજાવતા હતા
અકસ્માતમાં કમ્મર,હાથ પગ, પીઠમાં ઇજાઓ પહોંચી હતી સાથે જ પાંસળીઓમા ફ્રેકચર થયું હતું
(પ્રતિનિધિ) વડોદરા તા. 26
વડોદરા તાલુકાના દશરથ ગામ થી જી.એસ.એફસી. કંપનીના સર્વિસ રોડ પર આવેલા બર્જર પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા સફાઇ કર્મી કંપનીમાં ચાલતા જતા હતા તે દરમિયાન કંપનીમાં કોન્ટ્રાક્ટ માં ચાલતી મહિન્દ્રા પીક અપ લોડિગ નાં ચાલકે ગફલતભરી રીતે વાહન રિવર્સ માં લઇ વૃદ્ધને અડફેટે લેતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે છાણી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે પરિવાર સાથે રહેતા આશરે 63 વર્ષીય નરસિંહભાઇ કાનજીભાઇ પરમાર (વણકર) દશરથ ગામ થી જી.એસ.એફ.સી. કંપનીવાળા સર્વિસ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાછળ આવેલી બર્જર પેઇન્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા તેઓ તા,25 એપ્રિલના રોજ બપોરે આશરે પોણા બારેક વાગ્યાના સુમારે નરસિંહભાઇ બર્ઝર કંપનીના મુખ્ય ગેટથી અંદર ચાલતા ચાલતા કંપનીમાં જતા હતા તે દરમિયાન કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી મહિન્દ્રા પીક અપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -19- વાય-6230ના ચાલક નામે કિરણભાઇ રમેશભાઇ નાયક રહે.સોખડા ગામ, ન્યૂ અલકાપુરી સોસાયટી,તા.સાવલી એ ગફલતભરી રીતે બેફિકરાઈથી ગાડી રિવર્સ માં લેતા નરસિંહભાઇને પાછળથી અડફેટે લેતાં તેઓ પડી ગયા હતા તેઓ ઉપરથી પીક અપ ગાડી પસાર કરી દેતાં વૃદ્ધને કમ્મર, ડાબા હાથે અને પગમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને ખાનગી વાહનમાં સૌ પ્રથમ પ્રાથમિક સારવાર માટે છાણી અર્બન હેલ્થ કેરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં નરસિંહ ભાઇને ફેફસામાં ફ્રેકચર થયું હોવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રે છાણી પોલીસ સ્ટેશનમાં પીક અપ ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.