Vadodara

બરોડા ક્રિકેટ એસો.નું મોટી મેચો રમાડવાનું ગજુ નથી તે સ્પષ્ટ થઈ ગયું, લોકો મેચ જોયા વિના પાછા ફર્યા


WPLની પ્રથમ મેચમાં ધબડકો, ટિકિટ હોવા છતાં લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ જ ના મળ્યો
BCAના મેનેજમેન્ટની અપૂરતી સુવિધાના કારણે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચમાં ક્રિકેટ પ્રેમીઓ અટવાયા
મોબાઈલ નેટવર્ક ન આવતું હોવાથી બુક માય શો ની એપ ન ખુલતા 500 ઉપરાંત ક્રિકેટ રસિકોને એન્ટ્રી ન મળી
મુખ્ય માર્ગથી કોટંબી સ્ટેડિયમ સુધી જવાના રોડની બિસ્માર હાલતથી વાહન ચાલકો પરેશાન
સ્ટેડિયમ તરફ જવાના રોડ પર ખુલ્લા વીજ વાયરોને પગલે લોકોના જીવ જોખમમાં મુકાયો


(પ્રતિનિધિ) વડોદરા,તા.14
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આજથી ડબલ્યુ પી એલનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે જ ક્રિકેટ રસીકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મુખ્ય રોડથી કોટંબી સ્ટેડિયમ સુધી જવાના રોડની હાલત બિસ્માર જોવા મળી હતી તો બીજી તરફ નેટવર્ક નહીં આવતું હોવાથી બુક માય સોની એપ નહિ ખુલતા જેના કારણે મેચ જોવા આવેલા લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી જ આપવામાં આવી ન હતી જેના કારણે ક્રિકેટ રસિકોએ BCA ના મેનેજમેન્ટ સામે બળાપો કાઢ્યો હતો.


વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ડબલ્યુ પી એલ નો આજથી પ્રારંભ થયો છે. પરંતુ પ્રથમ દિવસે જ બરોડા ક્રિકેટ એસોસિએશનની પોલ ઉઘાડી પડી ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી શહેરોમાંથી ક્રિકેટ રસિકો પ્રથમ દિવસે મેચ જોવા માટે આવ્યા હતા. જોકે તેમની આશા નિરાશામાં ફરી વળી હતી.

મેચ જોવા માટે આવેલા ક્રિકેટ રસીકો નિરાશ થયા હતા. મોબાઈલ નેટવર્ક ન આવતું હોવાથી બુક માય શો ની એપ ખુલી રહી નથી. જેના કારણે લોકોને સ્ટેડીયમ માં એન્ટ્રી આપવામાં આવી રહી નથી. લોકોની ભીડ જામી, પણ નેટવર્ક ના પ્રોબ્લેમ કારણે ટિકિટ નહિ ખુલતા એન્ટ્રી મળતી નથી. લોકોને મેચ જોયા વગર ઘરે પરત જવું પડી રહ્યું છે. આથી લોકોમાં બરોડા ક્રિકેટ એસોસિએશન પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

મુખ્ય રોડથી કોટંબી સ્ટેડિયમ સુધી જવાના રોડની હાલત બિસ્માર હાલતમાં છે. ત્યારે વાહન ચાલકોએ બરોડા ક્રિકેટ એસોસિયેશન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ આવતા હોવા છતાં કાચો રસ્તો બનાવ્યો છે. તેવામાં રસ્તા પર વાહન ચાલકો પડી જાય તેવી સ્થિતિ છે. ઉપરાંત બરોડા ક્રિકેટ એસોસિએશનએ સારી સુવિધા આપતું નથી. સ્ટેડિયમ તરફ જવાના રોડ પર ખુલ્લા વીજ વાયરો પસાર થઈ રહ્યા છે. પાણીની નજીકથી પણ વીજ વાયર પસાર થઈ રહ્યા છે. આમ લોકોના જીવને જોખમમાં મુકાયો છે. એક મહિલા ક્રિકેટ રસીકે જણાવ્યું હતું કે ખૂબ જ ભારે ટ્રાફિક થયો હતો. અંદર આવ્યા પછી કોઈ પાર્કિંગની પણ સુવિધા ના મળી, પાર્કિંગમાં પૈસા આપવા પણ અમે તૈયાર છીએ પણ પાર્કિંગ જ કરવા ના દીધું. વ્યવસ્થા હજી સારી હોત તો સારું થાત.

અન્ય એક ક્રિકેટ રસીકે જણાવ્યું હતું કે બીસીએ ના સ્ટેડિયમ પર આવ્યા હતા મેચ જોવા માટે, સૌથી પહેલાં તો અહીંની હાલત જોઈને જ અમે ચોંકી ગયા છે. અપેક્ષા અમને વધારે હતી પ્રથમ વખત જ અહીં આવ્યા છીએ. હવે આ અપેક્ષા આગળ કેટલી ખરી ઉતરે તે આગળ ખબર પડશે. અહીંયા રસ્તા સુધારવાની જરૂર છે.

અન્ય એક વડોદરાના સયાજીગંજ ખાતેથી આવેલા ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે આ જોઈ લો સ્કેન કરી લો થતું જ નથી, એ લોકો એવું કહે છે કે તમારે સ્કેન કરવું પડે હવે નથી થતું. એના વગર એન્ટ્રી નહીં મળે અંદર. અમને જવા નહીં દીધા, આશરે 1000 જેટલા માણસો હશે અહીંયા જેમને આ સમસ્યા સર્જાય છે.

મેનેજમેન્ટ તદ્દન ખાડે ગયું છે. એમની નેટ સિસ્ટમ અહીંયા પકડાવી જોઈએ, પણ પકડાતી નથી તમામ કંપનીના અહીંયા મોબાઈલ લોકો લઈને આવેલા છે. પણ તમામના કાર્ડ પકડાતા જ નથી. અહીંયા ગાડી આ લોકોએ વાઇફાઇ ની સુવિધા રાખવી જોઈતી હતી. મહત્વની બાબત છે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની આ પ્રથમ મેચમાં જ લોકોને નિરાશા જોવા મળી હતી અને લોકોએ અપૂરતી વ્યવસ્થા ના કારણે બીસીએ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Most Popular

To Top