( પ્રતિનિધિ )વડોદરા,તા.18
રસુકદારોની મંડળી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામમાં ફરી બ્રેક વાગી છે. મંગળવારે હાઈકોર્ટમાં ચાલેલી દલીલોમાં સમય સમાપ્ત થતા વધુ સુનાવણી બુધવારે યોજાઈ હતી. જેમાં અંતે જસ્ટિસે પાંચમી માર્ચ પર હવે ચુકાદાની તારીખ ફિક્સ કરી છે. હાલમાં મતપેટી હિલ મેમોરિયલ સ્કૂલમાં સીસીટીવી કેમેરા અને સતત મોનીટરીંગ હેઠળ સુરક્ષાના ઘેરામાં આવી છે.
બીસીએના પરિણામ ઘોંચમાં પડયા છે. હાઈકોર્ટમાં થયેલી પિટિશન મુદ્દે મંગળવારે સુનાવણી થયા બાદ બુધવારે ચીફ જસ્ટિસ નીરલ મહેતાની કોર્ટમાં લંબાણપૂર્વક સુનાવણી થઈ હતી. બીસીએ તરફથી સુધીર નાણાંવટી અને બીસીસીઆઈ તરફથી સૌરભ સુપારકર ઉપસ્થિત થયા હતા. દેવાંગ નાણાવટી કિરણ મોરે અને અમુલ તરફથી વરેશ સિંહા તરફથી શાલીન મહેતા પીટીશનર તરફથી મીર જોશી અને અનુપ ત્રિવેદી જ્યારે અમર પેટીવાલે ઈન્દુલકર તરફથી શાર્લવિન મજમુદાર, આ સિનિયર કાઉન્સિલે પ્રથમ અને બીજા સેશનમાં પણ ત્રણ કલાક સુધી દલીલો કરી હતી. અંતે જસ્ટિસ નીરલ મહેતાએ પાંચમી માર્ચ પર હવે ચુકાદાની તારીખ ફિક્સ કરી છે અને ત્યાં સુધી મત ગણતરી નહીં થાય અને ચાર્જ એપેક્સ કાઉન્સિલ સંભાળશે. નોંધનીય છે કે, બીસીએની ચૂંટણી પહેલા ચાર ઉમેદવારો સામે યોગ્યતા અંગે ઉઠેલા સવાલો બાબતે હાઇકોર્ટમાં ગત સપ્તાહમાં થયેલી સુનાવણીમાં બીસીએની ચૂંટણી યોજવાની મંજૂરી મળી હતી, પણ કોર્ટની સૂચના વિના પરિણામ જાહેર નહીં કરવા માટે કોર્ટે જણાવ્યું હતું. બીસીએની ચૂંટણી પહેલા પૂર્વ ક્રિકેટર અને પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે સેક્રેટરી પદના ઉમેદવાર અનંત ઈન્દુલકર અમૂલ જીકાર અને ખજાનચી પદના ઉમેદવાર અમર પેટીવાલે સામે બીસીએના સભ્યો રામચંદ્ર પ્રજાપતિ અને પ્રદિપસિંહ સોલંકી આ હોદ્દેદારોની યોગ્યતા સામે વાંધો ઉઠાવી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. બંને એડવોકેટ મારફતે રજૂઆત કરી હતી કે, બીસીએમાં ચાર ઉમેદવારોનો નિયત કાર્યકાળ પૂરો થયો છે, તે અંગે ચૂંટણી અધિકારી સામે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હજી પણ બીસીએની ચૂંટણીના પરિણામ પર બ્રેક યથાવત જોવા મળી છે. 17મીએ થયેલી સુનાવણીમાં સમય સમાપ્ત થતા બીજા દિવસે સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં લાંબી દલીલો ચાલી હતી. અંતે જસ્ટિસે વધુ સુનાવણી 5 માર્ચ સુધી મુલતવી રખાઈ હતી. ત્યારે, હજીએ પરિમાણ માટે 14 દિવસ બીસીએનો વહીવટ કોના ફાળે જશે તેની રાહ જોવી પડશે.