આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ-2024-25 રજૂ કરવામાં આવ્યું જે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી..
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
આજરોજ કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારમન દ્વારા યુનિયન બજેટ2024-25 રજૂ કરવામાં આવ્યું હતું.. આ વખતે બજેટમાં સૌના વિકાસને ધ્યાનમા રાખવામાં આવ્યું છે. મુદ્રા લોનનીસીમારેખા રૂપિયા દસ લાખથી વધારીને રૂપિયા વીસ લાખ સુધીની કરવામાં આવી છે. આ બજેટને લઇને શહેરના ઝવેરી સિક્યુરિટીઝ ના મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે મુજબ આ બજેટમાં એમ.એસ.એમ.ઇ. સેક્ટર, મહિલાઓ અને યુવાઓ માટે સારી જોગવાઇ કરવામાં આવી છે બેરોજગારી ડામવા માટે ઇન્ટર્નશીપ કરતા યુવાનો ને નવી તક મળશે સાથે જ નવી નોકરીમાં જોડાનાર યુવાઓને ઇપીએફ સાથેનો લાભ મળશે. બાર જેટલા નવા ઇન્ડિસ્ટ્રિયલ હબને મંજુરી આપવામાં આવી છે સર્વિસ તથા મેન્યુફેક્ચરિંગ યુનિટને વિશેષ લાભ થશે.પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી માં ઓવર ઓલ કોઇ ફર્ક નથી પડ્યો જો પ્રોપર્ટી મહિલાના નામે હશે તો જરુર સ્ટેમ્પડ્યુટી ઘટશે બાકી મોંઘવારી ને ધ્યાનમાં લેવામાં આવી નથીબીજી તરફ જંત્રી વધારી દીધી છે.આ બજેટથી ગરીબ, મહિલા, કૃષિ અને ઇન્ડસ્ટ્રીઝ ને ફાયદો થશે.એંજલ ઈન્વેસ્ટર પરનો કે જેઓ નાના ધંધા માટે ઇન્વેસ્ટમેન્ટ કરનાર પર ટેક્સ હટાવી દીધો છે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝ જે દેશ માટે પણ જરૂરી છે તેઓ માટે સારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.આ બજેટમાં મોટા અને પૈસાદાર લોકોને આવરવાનો બિલકુલ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.શેરબજારમાં સટ્ટા તરફ લોકો ટ્રેડિંગ તરફ વળ્યા હતા તેને અટકાવવા એસટીડી માં વધારો આપ્યો છે. ડિફેન્સ, રેલવે અને હાઉસિંગના સેક્ટરમાં કોઇ પરિવર્તન કરાયું નથી તેનાથી ઘણો ફાયદો થશે.