લેબોરેટરીના રિપોર્ટના આધારે હવે પાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે
વડોદરા:
શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનું વેચાણ કરતા રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલા નમુનાઓમાં ૨૬ નમુનાઓ નાપાસ જાહેર થયા છે. જે પૈકી ૨૬ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. તે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનું વેચાણ કરતા રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ રીટેલર, રેસ્ટોરન્ટ, કેન્ટીન હોસ્ટેલ, ડીસ્ટ્રીબ્યુટર, હોલસેલ, ઉત્પાદકમાંથી કુલ્ફી, આઇસક્રીમ, મોતીચુરના લાડુ, પનિર, પ્યોર ગાયનું ઘી, જલેબી, ગોળ, લો ફેટ ક્રીમ, શીંગ ચીક્કી અને દહી વિગેરેનાં ૨૬ નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયા છે. જે પૈકી ૨૬ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
