Vadodara

બંધારણ દિવસે નમો કમલમ ગુંજી ઉઠ્યું: ભાજપ આગેવાનોએ બંધારણનું પૂજન કર્યું

વડોદરા BJP દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી; નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપતા બંધારણના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો

વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે બંધારણ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણી હોદ્દેદારો અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શહેર BJP પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી અને ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, મહામંત્રી , કાઉન્સિલરો અને કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ભારતના પવિત્ર બંધારણનું પૂજન કરીને બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
પ્રસંગોચિત ઉદ્બોધનમાં શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ બંધારણ દિવસના ઇતિહાસ અને તેના મહત્ત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ જ દેશને સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકશાહી દેશ બનાવે છે.
​”બંધારણ આપણને માત્ર એક શાસન પદ્ધતિ જ નથી આપતું, પરંતુ તે દરેક નાગરિકની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી પણ આપે છે. આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે આપણે સૌ બંધારણના મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ.”
આ ઉજવણીમાં અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ અને કાર્યકરોની વિશેષ હાજરી રહી હતી, જેણે કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.

Most Popular

To Top