અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતાં કેટલાક ભાગોમાં વાવાઝોડું,હળવો વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
બંગાળના સમુદ્રમા સિઝનના પ્રથમ હળવા સાયક્લોનને કારણે વિશાખાપટ્ટનમમાં સર્ક્યુલેશનમાથી ફોમ થવાને કારણે સામાન્ય વાવાઝોડું આવવાની શક્યતા છે જેના ભેજ સાથે જ અરબી સમુદ્ર ના ભેજને કારણે 28 માર્ચથી આગામી 10 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે સાથે જ કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને તીવ્ર પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
આજે તા. 28 માર્ચથી આગામી તા 10 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં હળવા થી તીવ્ર પવનો ફૂંકાશે તો કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. બંગાળના સમુદ્રમા સિઝનના પ્રથમ હળવા સાયક્લોનને કારણે વિશાખાપટ્ટનમમાં સર્ક્યુલેશનમાથી ફોમ થવાને કારણે વાવાઝોડું તેમજ અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતાં તા. 28 માર્ચથી આગામી 10 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં હળવા થી તીવ્ર પવનો ફૂંકાશે.ગુજરાત રાજ્યની વાત કરીએ તો તા.28,29 અને 30 માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય પવનની ગતિ 10 થી 15 કિલોમીટર ની જોવા મળી શકે છે તો બીજી તરફ ભારે વિન્ડગજ ને કારણે કેટલાક વિસ્તારોમાં 35 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે સાથે જ દરિયા કાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલા ભાગો જેવા કે સુરત નવસારી તથા આસપાસના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે જ્યાં હળવા થી મધ્યમ પવનો સાથે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અને છાંટા પડવાની તેમજ મેઘ ગર્જનાની શકયતા રહેલી છે. માર્ચ મહિનાના અંતમાં તા. 28,29 અને 30 માર્ચના રોજ કેટલાક ઉતરના પર્વતીય વિસ્તાર સહિત ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાશે.અરબી સમુદ્રમાં ભેજને કારણે આગામી 10 એપ્રિલ સુધી આ પ્રકારની સ્થિતિ વાતાવરણમાં જોવા મળી શકે છે.
બંગાળના સમુદ્રમા સાયક્લોન તથા અરબ સાગરમાં ભેજના કારણે દેશના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે.
