17 અને 18 ફેબ્રુઆરીએ પાણી વિતરણ પ્રભાવિત થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોરવા ટાંકી ખાતે 450 મી.મી વ્યાસની પાણીની ફીડર નલિકા પર નવા ફ્લો મીટરના રિપ્લેસમેન્ટનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી 17 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે પાણી વિતરણ બાદ શરૂ થશે. પરિણામે, 17 ફેબ્રુઆરીના સાંજે અને 18 ફેબ્રુઆરીના સવારમાં પાણી વિતરણ પ્રભાવિત થશે.
કામકાજના કારણે 18 ફેબ્રુઆરીના સવારે પાણી વિતરણ મોડું અને હળવા દબાણથી થશે. જેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને જરૂરી પાણી સંગ્રહ કરવા માટે અપીલ કરે છે
17 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યાં પાણી વિતરણ બંધ રહેશે
સાંજે 4:00 થી 5:00:
ગોરવા ગામ
ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર
બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી
આંગણ ડુપ્લેક્સ વિસ્તાર
સત્યમ એપાર્ટમેન્ટ
ITI પાસેનો વિસ્તાર
સાંજે 6:00 થી 7:00 :
ગોરખનાથ મહાદેવ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફનો વિસ્તાર
બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર
ITI ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ
પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર
