Vadodara

ફ્લાઈટો રદ થવાનો સિલસિલો યથાવત, મુંબઈ – વડોદરા – મુંબઈની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ

વૈકલ્પિક વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે

લાંબા સમયથી થતા ટેક્નિકલ ધાંધિયાથી મુસાફરો પરેશાન

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વડોદરા એરપોર્ટ ઉપર લાંબા સમયથી ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર રદ થવાનો સિલસિલો બુધવારે પણ યથાવત રેવા પામ્યો છે. ઈન્ડિગોની સવારની મુંબઈ વડોદરા, મુંબઈની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર આજે ફરીથી રદ કરવામાં આવી છે. જ્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને ઈન્ડિગો એરલાઇન્સની મુસાફરોની નીતિ મુજબ સંપૂર્ણ રિફંડ પણ આપવામાં આવશે.

વડોદરા એરપોર્ટ ઉપર છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી વિવિધ ફ્લાઈટો રદ થવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે, તેવામાં વધુ એક વખત ઈન્ડિગોની ફ્લાઈટ બુધવારે ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે,મંગળવારે ફ્લાઇટ 6E-5131 ઈન્ડિગો દિલ્હીથી વડોદરા 2 કલાક 33 મિનિટ મોડી, ફ્લાઇટ 6E-5164, ઈન્ડિગો વડોદરાથી દિલ્હી 2 કલાક 10 મિનિટ મોડી, ફ્લાઇટ AI 2881 એર ઇન્ડિયા દિલ્હીથી વડોદરા 48 મિનિટ મોડી, એર ઇન્ડિયા ફ્લાઇટ AI2882 વડોદરાથી દિલ્હી 01 કલાક મોડી, ફ્લાઇટ 6E-5138 ઇન્ડિગો વડોદરા થી મુંબઈ 37 મિનિટ મોડી પડી હતી. તેવામાં આજે બુધવારે પણ ઇન્ડિગો સવારની ફ્લાઇટ 6E-5126/6087 મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. મુંબઈ-વડોદરા-મુંબઈ જનાર મુસાફરોને વૈક્લિક વ્યવસ્થા અથવા ઈન્ડિગો એરલાઇન્સની મુસાફરોની નીતિ મુજબ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશેનું એરપોર્ટ ડાયરેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top