Vadodara

ફોર વ્હીલર ચાલકે દ્વિચક્રી વાહનને અડફેટે લેતાં વયોવૃદ્ધનું મોત નિપજ્યું

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગુરુકુળ સર્કલ પાસે સેન્ટ્રો કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી ઇલેક્ટ્રિક યો બાઇકને પાછળથી ટક્કર મારી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસ.એસ.વી.સ્કુલ -2 ગુરુકુળ સર્કલ પાસે પૂરઝડપે, ગફલતભરી રીતે એક ફોર વ્હીલર ચાલકે ઇલેક્ટ્રિક યો બાઇકને અડફેટે લેતાં વયોવૃદ્ધ પુરુષ નીચે પટકાઇ ડિવાઇડર સાથે ભટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી 108એમ્બયુલન્સને બોલાવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગુરુકુળ સર્કલ નજીક સુખધામ રેસિડેન્સીમા મકાન નંબર 45મા રહેતા વિષ્ણુપ્રસાદ ચુનિલાલ રાવલ ઉ.વ.81 જેઓ પોતાના પત્ની તથા મોટા પુત્ર રાજેશભાઇ સાથે તથા તેમના પત્ની અને પુત્ર સાથે રહે છે તેઓ ગત 18મી ડિસેમ્બરના રોજ સવારે સવા અગિયારની આસપાસ ઇલેક્ટ્રિક યો બાઇક લઇને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ ડુપ્લેક્ષ ખાતે રહેતા પોતાના નાના પુત્ર કલ્પેશભાઈ રાવલના ઘરે જવા માટે નિકળ્યા હતા તે દરમિયાન સાડા અગિયાર ના સુમારે એસ.એસ.વી સ્કૂલ -2સામે આવેલા ગુરુકુળ સર્કલ પાસે એક સેન્ટ્રો ફોર વ્હીલર કાર જેનો રજીસ્ટ્રેશન નં.જીજે.07.એઆર.5316ના ચાલકે ગફલતભરી રીતે બેફામ કાર હંકારી યો બાઇકને પાછળથી ટક્કર મારતાં વિષ્ણુપ્રસાદ ચુનિલાલ રાવલ નીચે પટકાયા હતા અને ડિવાઇડર સાથે અથડાતાં તેમને ડાબી બાજુ માથામાં ગંભીર ઇજા તથા બંને પગના ઘૂંટણમાં સામાન્ય ઇજા થઇ હતી જેથી લોકટોળા એકત્રિત થઈ ઇમરજન્સી 108એમ્બયુલન્સ ને બોલાવતા ફરજ પરના તબીબોએ વયોવૃદ્ધ ને સ્થળ પર મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી કપૂરાઇ પોલીસે રાજેશભાઇની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top