Vadodara

ફોનિક્સ સ્કૂલમાં ક્લાસીસને ડો,આંબેડકર જયંતિની જાહેર રજાના દિવસે ચાલુ રાખતા વિવાદ

નિરીક્ષણ બાદ વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા

આંબેડકર જયંતીની જાહેર રજાના દિવસે કલાસ ચાલુ

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા ફોનિક્સ સ્કૂલમાં એક વિવાદ ફાટી નીકળ્યો હતો. એવી માહિતી મળી કે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતીની જાહેર રજા હોવા છતાં શાળા કાર્યરત છે. આ મુજબની માહિતી મળતાં જ કોંગ્રેસ પક્ષ ના પ્રમુખ ઋત્વિક જોશી સ્કૂલ પર દોડી ગયા હતા. શાળામાં જઈને નિરીક્ષણ કરતા ક્લાસ અને લોબીમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. શાળામાં રજા હોવા છતાં ચાલુ કેમ છે તે બાબતની ચર્ચા કરી હતી ત્યાર બાદ શાળા સંચાલકો સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓને મુક્ત કર્યા હતા. ફોનિક્સ સ્કૂલ તરફથી સંચાલકે સ્પષ્ટતા કરી કે તેમણે ધોરણ 12 ના કેટલાક વિદ્યાર્થીઓને કોચિંગ માટે બોલાવ્યા હતા. જેના કારણે મૂંઝવણ ઊભી થઈ હતી. પ્રશ્ન એ રહે છે કે સંસ્થા શાળા તરીકે કાર્યરત હતી કે કોચિંગ ક્લાસ તરીકે એ કોઈ સ્પષ્ટતા જાણવા મળી નહીં. વ્યાપક ચર્ચાસ્પદ બનેલી આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે, અધિકારીઓ એ નક્કી કરવા માંગે છે કે સંસ્થાએ કોઈ નિયમો કે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં. આ ઘટનાએ શહેરમાં કોચિંગ ક્લાસ અને શાળાઓના કાર્યપ્રણાલી અંગે ચિંતા વ્યક્ત કરી છે, અને જો કોઈ ખોટું કામ જોવા મળશે તો અધિકારીઓ કડક પગલાં લેશે તેવી શક્યતા છે.

Most Popular

To Top