Vadodara

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સથી સ્થળ પર નમૂનાનું પરીક્ષણ છતાં પરિણામ જાહેર થયા નહીં

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટરોના યુનિટોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી ફૂડ વિભાગ અલગ અલગ જગ્યાએ તપાસના અને ચેકિંગના નાટક કર્યું છે પરંતુ એકપણ સેમ્પલના પરિણામ હજુ જાહેર કરાયા નથી. એટલું જ નહીં, મોબાઇલ ટેસ્ટિંગ વાન (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા વૃન્દાવન ચાર રસ્તા નજીક 24 ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા છતાં તેના પરિણામ પણ જાહેર કરયા નહીં. આજે કુલ 13 જેટલા ખાદ્યપદાર્થોના યુનિટમાં ૫૨ ઇન્સપેક્શન કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 પ્રી-ઇન્સપેક્શન, 4 પોસ્ટ ઇન્સપેક્શન અને 8 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. ખાસ કરીને, ગોત્રી-સેવાસી રોડ પર આવેલા રોયલ બીરીયાની એન્ડ કરીસ રેસ્ટોરન્ટમાં પ્રી-ઇન્સપેક્શન, અકોટામાં આવેલા પટીયાલા હાઉસ ધાબામાં પ્રી-ઇન્સપેક્શન, ભાયલી વિસ્તારમાં આવેલા વેન્ચર્સ અને ક્યુ એન્ડ બ્રેવ રેસ્ટોરન્ટમાં ઇન્સપેક્શન, ઓલ્ડ પાદરા રોડ પર આવેલા દુલીરામ રતનલાલ શર્મા રિટેલરમાંથી ચોકલેટ મોદક અને મોદકના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ, રાવપુરાના પેંડાવાલા જ્યંતીલાલ આર. શર્મા રિટેલરમાંથી મોતીચુર લાડુ અને બુંદીના લાડુ, માંજલપુરના રેસ્ટોરન્ટ–ઈ એન્ડ ટી, એમ.કે. ફુડ્સ, કેશવ હોટલ મેનેજમેન્ટ તથા શ્રી નામદેવ ફરસાણ એન્ડ સ્વીટમાર્ટમાં પોસ્ટ ઇન્સપેક્શન, સમા-સાવલી રોડ પર રિલાયન્સ રિટેલ લીમીટેડમાં ઇન્સપેક્શન, વાઘોડિયા રોડના વ્રજવાસી ડેરી એન્ડ સ્વીટ એન્ડ ફરસાણ રિટેલરમાંથી પીસ્તા ફ્લેવર મોદક અને મોહનથાળના નમૂના, કારેલીબાગમાં આવેલા જગદીશ સ્વીટ એન્ડ ફરસાણ રિટેલરમાંથી મોતીચુર મોદક અને અંજીર મોદકના નમૂના લેવામાં આવ્યા હતા.

પાલિકાની મોબાઇલ ટેસ્ટિંગ વાન (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા વૃન્દાવન ચાર રસ્તા નજીક 24 ખાદ્યપદાર્થોના નમૂના જેમ કે મરચું પાવડર, બટર, તેલ, રેડ ચટણી, આઇસ્ક્રીમ વગેરેનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું. ઉપરાંત 15 જેટલા ફૂડ વેન્ડર્સ અને કામદારોને સ્વચ્છતા અંગે તાલીમ અને જાગૃતિ અપાઈ હતી. અત્રે નોંધનીય છે કે, પાલિકા દ્વારા વારંવાર નમૂના લેવામાં આવે છે પરંતુ તેમના ટેસ્ટના પરિણામો જાહેર કરવામાં આવતા નથી. આ વખતે પણ મોબાઇલ ટેસ્ટિંગ વાન દ્વારા લેવાયેલા નમૂનાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. અગાઉ લેવાયેલા ઘણા નમૂનાઓના પરિણામો પણ હજુ સુધી જાહેર થયા નથી.

Most Popular

To Top