ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ભારતીય ખાધ્ય નિગમ) માં એફ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ફરજ બજાવતા આશરે 35 જેટલા કર્મચારીઓ કે જેઓ વર્ષ -1989 થી વર્ષ -2001 દરમિયાન સુધી એટલે કે 13 વર્ષ સુધી ફરજ બજાવતા હતા તે દરમિયાન તે કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડના નાણાં તો કપાત લેવામાં આવતા હતા પરંતુ વર્ષ 2001મા કર્મચારીઓ ને છૂટા કરવામાં આવ્યા ત્યાર
બાદ આજદિન સુધી પ્રોવિડન્ટ ફંડના નાણાં તેઓને મળ્યા નથી.કર્મચારીઓ એફ સી આઇ મા જાય ત્યારે ત્યાંથી તેઓને કોન્ટ્રાકટર પાસે જવાનું કહેવામાં આવતું આમ વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે હવે આ કામદારોની ઉમર પણ થઈ ગઈ છે જેઓને હવે કાભ મળે એવી સ્થિતિ નથી બીજી તરફ તેઓને પ્રોવિડન્ટ ફંડના હક્કના નાણાં પણ મળ્યા નથી.અગાઉ તેઓએ પોતાના હક્ક માટે કલેકટર કચેરી સહિત સંલગ્ન અધિકારીઓ ને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઇ તટસ્થ તપાસ સાથે ન્યાય ન મળતાં કર્મચારીઓ દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નિગમ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ ન્યાયની માંગણી કરી હતી.

