Vadodara

ફૂડ આઇટમમાં કલર નહિ વાપરી શકાય, કેવી રીતે રાંધ્યું તે દર્શાવવું પડશે

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ અને તે અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન માટે પાલિકામાં બેઠક મળી

શહેરમાં ઋતુજન્ય અને પાણીજન્ય રોકવાના પગલે પાલિકાના પૂર્વી ભાગે ખાણીપીણીની લારીઓ ઉપર સઘન ચેકિંગ શરૂ કર્યું છે આરોગ્ય વિભાગ આવતા પાણીપુરીનું પાણી ચટણી સહિત ઉપયોગમાં લેવાતા બટાકાના સ્મેશનો નાશ કર્યો હતો અને પાણીપુરીના વિક્રેતાઓને કડક સૂચના આપવામાં આવી હતી.પાલિકાની પૂર્વ વિભાગની ટીમો દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને પાણીપુરી વેચતા વીક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પાલિકા દ્વારા ખાલી સંચાલકોને સ્વચ્છતા રાખવાની તથા ખાદ્ય પદાર્થને ચટાકેદાર બનાવવા માટે કોઈપણ પ્રકારનો કલર ન વાપરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જો આ વિક્રેતાઓ ઝડપાસે તો તેમની સામે દંડની એ કાર્યવાહી કરવાની માહિતી પણ પાલિકાએ આપી છે.
વડોદરા મહાનગર પાલિકાની કોન્ફરન્સ હોલ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ અમરદાર મુકેશ વૈદ્ય, ફૂડ ઇન્સ્પેક્ટરો તથા હોટલ રેસ્ટોરન્ટ, ધાબા ના માલિકો કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જે બેઠક માં ગુજરાત સરકાર તરફથી આપેલ સાવચેતીનું પરિપત્ર બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ગુજરાત સરકારના પરિપત્ર માં તંત્રના તમામ ડેઝીગ્નેટેડ ઓફીસર (મહાનગરપાલીકા સહિત)નાઓને જણાવવા આવ્યું કે, આપના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરેન્ટ, ઢાબા, ભોજનાલય, ખાણીપીણીની નાસ્તાની લારીઓ વગેરેનાઓએ કુડ સેફટી & સ્ટાન્ડર્ડસ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના નિયમો ૨૦૧૧ અને રેગ્યુલેશનો અન્વયે કુડ સેફટી & સ્ટાન્ડર્ડ(લાયસન્સીંગ/રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન ૨૦૧૧નાં ખાધ પરવાનાની શરતોમા જણાવ્યા મુજબ તમામ એકમો ધ્વારા ખાધ્યચીજ બનાવવા માટે જે કુકિંગ મિડિયમ વાપરેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજીયાત પણે બોર્ડ, પોસ્ટર લગાવવાનું થાય છે જેની તાત્કાલિક અસરથી અમલવારી કરાવવામાં આવે છે. જેના ભંગ બદલ કાયદા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવાની રહશે.

Most Popular

To Top