16 જેટલા કોર્સિસ માટેની પ્રવેશ લાયકાતો નિયમો કમિશન દ્વારા જાહેર
કમિશને યુજીસીને પત્ર લખી ડિગ્રી ડિપ્લોમા પીજી પીએચડી કોર્સ માટે નવી લાયકાતો નિયમો અંગે જાણ કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
પેરા મેડિકલના અને અલાઇડ હેલ્થ કેર ના વિવિધ 57 જેટલા કોર્સિસ માટે નેશનલ કમિશન ફોર અલાઈડ હેલ્થ કેર પ્રોફેશનલની રચના કરવામાં આવી છે. ત્યારે જુદી જુદી 10 કેટેગરીમાં સમાવાયેલા કોર્સિસમાંથી 16 જેટલા કોર્સિસ માટેની પ્રવેશ લાયકાતો નિયમો કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.
ધોરણ 12 ન્યુટ્રીશન ઓક્ટોમેટ્રિક અને સાયકોલોજી કોર્સમાં પ્રવેશ માટે નીટ નહિ લેવાય. માત્ર ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી એમ બે કોર્સ માટે જ નીટ લેવાશે. એટલે આ કોર્સમાં નીટના આધારે પ્રવેશ આ કોર્સમાં હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ છ કોર્સ માટે નીટ લેવાશે. જોકે આમ તો એનટીએ દ્વારા નર્સિંગ માટે પણ નીટ લેવાય છે. પરંતુ, ગુજરાતમાં નીટના આધારે નર્સિંગમાં પ્રવેશ થતા નથી. હાલ કમિશન દ્વારા 10 કેટેગરીમાં વિવિધ ડિપ્લોમા અને પીએચડી સુધીના કોર્સિસમાં પ્રવેશ માટેની લાયકાતો નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ લેબોરેટરી એન્ડ લાઈફ સાયન્સ કેટેગરીમાં મેડિકલ લેબોરેટરી સાયન્સ સ્ટ્રોમા બર્નકેર એન્ડ સર્જીકલ, એનેસ્થેસિયા કેટેગરીમાં ટ્રોમાં એન્ડ બર્ન એન્ડ ઓપરેશન થિયેટર ટેકનોલોજી ફિઝિયોથેરાપી કેટેગરીમાં ફિઝિયોથ થેરાપી યુજી પીજી પીએચડી, ન્યુટ્રિશન સાયન્સ કેટેગરીમાં ન્યુટ્રીશન એન્ડ સાયન્સ થેરાપી કેટેગરીમાં, થેરાપીસ્ટ કોમ્યુનિટી બીહેવિયરલ હેલ્થ કેટેગરીમાં સાયકોલોજિસ્ટ બીહેવિયરલ એનાલિસ્ટ મેડિકલ સોશિયલ વર્કમાં સાયક્રિયાટિક સોશિયલ વર્ક કોર્સ માટે પ્રવેશ લાયકાત જાહેર કરાય છે. ત્યારે કમિશનને યુ.જી.સી ને પત્ર લખીને વિવિધ ડિગ્રી ડિપ્લોમા પી જી પીએચડી કોર્સ માટે નવી લાયકાતો નિયમો અંગે પણ જાણ કરી છે.