વડોદરા મહાનગર પાલિકા ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ઉચી ઈમારતો અને કોમ્પલેક્ષને ફાયર સેફ્ટીની સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે નોટિસ આપ્યા બાદ પણ સંપૂર્ણ રીતે ફાયર સેફ્ટી કાર્યરત ન કરતા અનેક બિલ્ડિંગો અને કોમ્પલેક્ષ ને સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ શહેરના માંજલપુર
વિસ્તારમાં સિલ્વર કોઈન કોમ્પલેક્ષમાં ફાયર સેફટીની સિસ્ટમ કાર્યરત નહીં હોવાનુ બહાર આવતા ફાયર બ્રિગેડની ટીમે સિલ્વર કોઇન કોમ્પલેક્ષને સીલ માર્યુ હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના ઉપરાંતથી ચાલી રહેલી આ ઝુંબેશ ફાયર બ્રિગેડે આગળ ધપાવી છે અને ગઈકાલ મંગળવારે રાવપુરા સયાજીગંજ અને વડસર રોડ વિસ્તારની પાંચ બિલ્ડિંગોને સીલ માર્યા બાદ આજે માંજલપુર ખાતે સપાટો બોલાવ્યો હતો અને સિલ્વર કોઈન ક્રોમ્પલેક્ષમાં ફાયર સેફટીની સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત ન હતી. જે બાબત ફાયર બ્રિગેડના ધ્યાને આવતા ટીમે તે કોમ્પલેક્ષ આજે સીલ માર્યુ હતું.
ફાયર સેફ્ટી લાગુ નહિ કરતા માંજલપુરના સિલ્વર કોઈન કોમ્પલેક્ષને સિલ મરાયું
By
Posted on