Vadodara

ફાયર વિભાગની કચેરી સામેજ આવેલી હોટેલમાં ફાયર સેફ્ટી નો અભાવ…

રાજકોટ અગ્નિ કાંડ બાદ રાજ્યના તમામ જિલ્લાની પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ગેમઝોન, ઊંચી ઈમારતો, ઓફિસો, દુકાનો,હોટેલો વગેરે સંસ્થાઓ, મંદિરો સ્કૂલો, ટ્યુશન ક્લાસો પર ફાયર સેફ્ટી ,NOC જેવા બીજી પરવાનગી કે અપૂરતા સાધનોના હોવાના કારણે નોટિસ આપવામાં આવી અને કેટલીય જગ્યાએ સિલ મારવામાં આવ્યું છે, ત્યારે વડોદરા દાંડિયાબજાર બદામડી બાગ સ્થિત આવેલી પાલિકાની ફાયર બ્રિગેડની કચેરીની સામેજ સાઈ પંજાબીખાના નામની હોટેલ ચાલી રહી છે. જ્યાં નાની જગ્યામાં ચાલતી હોટેલમાં લોકો પરિવાર સાથે જમવા આવતા હોય છે . આ હોટેલ માં સીઝ ફાયર નો એક માત્ર બોટલ છે આ એક બોટલથી આગના બનાવ માં બચાવ કામગીરી કેવી રીતે થય શકે? આ હોટેલની નાની અમથી જગ્યામાં રસોડું ખૂબ ગીચ છે જ્યાં રસોઈ બનાવવા ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. હોટેલમાં ગ્રાહકોને આવવા- જવા માટે એક જ દરવાજો છે. ત્યારે જો આગનો બનાવ થાયતો ગંભીર પરિણામ આવી શકે છે.ત્યાં સવાલ એ થાય છે કે ફાયર કચેરીની સામે જ ફાયર સેફ્ટીનો અભાવ છે તો કેમ કોઈ કાર્યવાહી થતી નથી? શું હોટેલના સંચાલકો સાથે પાલિકાની કે ફાયર વિભાગ ની કોઈ સાઠગાંઠ છે? એવા અનેક સવાલો ઉભા થય રહ્યા છે.

Most Popular

To Top