( પ્રતિનિધિ )વડોદરા,તા.26
ઉનાળો શરૂ થતાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નવી ભરતી કરાયેલા ઉમેદવારોને નવલખી મેદાન ખાતે હાઇડ્રોલિક મશીનોના ઓપરેટિંગ અંગે તાલીમ આપવામાં આવી હતી.




ફાયર બ્રિગેડ દ્વારા નવલખી મેદાન ખાતે ત્રણ અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મશીનો ખાસ ઊંચી ઇમારતોમાં આગ પર કાબૂ મેળવવા તેમજ રેસ્ક્યુ કામગીરી માટે ઉપયોગી છે. ઉનાળામાં એસીના વધતા વપરાશને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવોમાં વધારો થતો હોય છે. તે ધ્યાનમાં રાખીને નવા ભરતી થયેલા તેમજ વર્તમાન સ્ટાફને હાઈડ્રોલિક પ્લેટફોર્મનું સંચાલન, ઊંચાઈએ જઈ બચાવ કામગીરી કરવાની રીતો અને આગ બુઝાવવાની તકનીક અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે. ફિનલેન્ડથી આયાત કરાયેલા આ વિશેષ મશીનો 81 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે. એક મિનિટમાં 5 થી 6 હજાર લિટર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવતા આ પ્લેટફોર્મ દ્વારા એકસાથે 5 થી 7 વ્યક્તિઓને સુરક્ષિત રીતે નીચે લાવી શકાય છે. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર સર્વિસ ના જે ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. એ ત્રણે ત્રણને નવલખી મેદાન ખાતે લાવવામાં આવેલા છે. અને તેની વેડડ્રિલ અમે કહીએ કે, અમને ખુલ્લા મેદાનની જરૂર પડે અમારા પાણીના ફ્લો ચેક કરવાના હોય, મોનિટરના ડિસ્ચાર્જ પણ ચેક કરવાના હોય એ મોનિટરિંગ ચાલી રહ્યું છે અને આવનારી જે નવી ભરતી છે. એમને આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે આપતકાલીન પરિસ્થિતિમાં ઓપરેટ કરવું એની ટ્રેનિંગ પણ હાલ ચાલી રહી છે. જેવી રીતે ફાયર કોલનો રેશિયો જોવામાં આવે તો માર્ચ મહિનાથી ફાયર કોલના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. કારણ કે સિટીમાં એસીનો ઉપયોગ વધે છે. જેના કારણે શોર્ટ સર્કિટના બનાવ પણ વધ્યા છે. બને છે અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં અત્યારે જોઈએ તો તમામ ફ્લેટમાં એસી હોય છે. જે આજે અમારી પાસે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. જે પર્ટિક્યુલર વ્હીકલ છે. જે હાઇરાઇઝ બિલ્ડીંગ અને ફાયર ફાઈટિંગ માટે બનેલું છે, તો એ અત્યારે અમે ટોટલ ચેક કરી રહ્યા છે. ગરમીમાં ચેક કરી રહ્યા છે. જેથી તેની ઓઇલની વિસ્કોસિટી અને તમામ બાબત ચેક થઈ જાય. હાલ વડોદરા પાસે 30 મીટર અંદાજે 10 માળ, 44 મીટર અને 81 મીટર ક્ષમતા ધરાવતા હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, જે શહેરમાં કોઈપણ ઊંચાઈએ ફાયર ફાઈટીંગ અને રેસ્ક્યુ કામગીરી કરવા સક્ષમ છે. ઉનાળાની ઋતુમાં આગની ઘટનાઓ સામે સજ્જ રહેવા માટે ફાયર વિભાગ સંપૂર્ણ રીતે તત્પર છે.