વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્કર પલટીને ઉંધામાથે પડ્યું. જેના કારણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા,સ્થાનિકો દ્વારા આરોપ મુકવામાં આવ્યો કે, વોટર ટેન્કરનો ચાલક નશાની હાલતમાં છે. જો કે, ચાલકે આરોપો નકારી કાઢ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર ઓફીસર પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. એક્ટીવા ચાલક મહિલાને ટેન્કરે અડફેટે લેતાં એકટીવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત થતાં મહિલાને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી છે. જ્યારે લોકોએ ટેન્કર ચાલકને પકડી લીધો છે. અને તે શખ્સ નશામાં હોવાનો આરોપ પણ મુકવામાં આવી રહ્યો છે.
