

( પ્રતિનિધિ )વડોદરા,તા.27
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ફાયર કર્મચારીઓની યાદમાં 14મી એપ્રિલના રોજ ફાયર સર્વિસ ડે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવનાર છે. જ્યારે 21મી તારીખ સુધી જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. જેને અનુલક્ષીને વડોદરા ફાયર એન્ડ ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આગામી 14મી એપ્રિલના રોજ વડોદરા ફાયર ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સર્વિસ ડે મનાવવામાં આવનાર છે. આ અંગે ફાયર અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના ઉપલક્ષમાં કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રીહર્સલ કરવામાં આવ્યું છે. જે 16 માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પરેડ સહિતની ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરવામાં આવી હતી. દર વર્ષે સમગ્ર ભારતમાં 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ફાયર સર્વિસ ડે અને ફાયર સર્વિસ વિક તરીકે ઉજવવામાં આવતું હોય છે. આ અઠવાડિયા દરમિયાન શહીદોને યાદ કરવામાં આવે છે. શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, સાથે સાથે 1944માં જે બોમ્બે પોર્ટમાં દુર્ઘટના બની હતી. જેમાં ફાયર કર્મચારીઓ શહીદ થયા હતા. એ શહીદોની યાદમાં અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે. મોકડ્રિલ સાથે તાલીમ યોજવામાં આવશે. જનજાગૃતિ અવેરનેસ ખાસ કરીને જીવન સુરક્ષા અગ્નિ નિવારણ,આગ, ધુમાડાથી કેવી રીતે બચવું તેવા બધા વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા અમે સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવીશું અને એના ઉપલક્ષમાં આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.