Vadodara

ફાયનાન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે ખોટા દસ્તાવેજો બનાવી રૂ.45.70 લાખની લોન મંજૂર કરી ઠગાઇ કરી

ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ સામે હકીકત બહાર આવી જતાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે રાજીનામું આપી નોકરી છોડી દીધી હતી

સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 18

જયપુર રાજસ્થાન ખાતેની ફાયનાન્સ ઓફિસની વડોદરા ખાતેની બ્રાન્ચમા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પાદરાના ઇસમે પંચાયતના ખોટા સહી સિક્કા અને દસ્તાવેજ બનાવી કુલ રૂ 45,70,000ની લોન મંજૂર કરાવીને ફાયનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત કરી નોકરી છોડી દીધી હતી જેની વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદના કુબેરનગરમાં રહેતા હર્ષ આત્મારામ માચરેકર નામદેવ ફીનવેસ્ટ પ્રા.લી.નામની અમદાવાદ બ્રાન્ચ ઓફિસમાં લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.આ ફાયનાન્સ કંપનીની મુખ્ય ઓફિસ રાજસ્થાનના અજમેર રોડ ખાતે આવેલી છે જેની અલગ અલગ ઓફિસો છે જેમાંની એક વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા એટલાન્ટિસ કોમ્પલેક્ષના ઓફિસ નં 111મા આવેલી છે અહીં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામના ભાથીજી ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ વાસીયા વર્ષ -2023 થી બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ઓફિસ સંભાળતા હતા અને લોકોની લોન મંજૂર કરતા હતા.કંપનીની પોલીસી પ્રમાણે લોન મંજૂર કરતાં પહેલાં સીમરન મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લિ.પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય છે. રાજેન્દ્રસિંહે ગત તા.18-02-2024 થી 10-05-2024 દરમિયાન પાદરા, આણંદ જિલ્લાના તથા ભરુચ જિલ્લાના કુલ સાત લોકોની રૂ.10લાખની લોન મંજૂર કરાવવા માટે ડોક્યુમેન્ટ ચકાસણી માટે સીમરન મેનેજમેન્ટ સર્વિસ ને આપ્યા હતા જે ડોક્યુમેન્ટ નામદેવ ફીનવેસ્ટ પ્રા.લી.તરફથી કંપનીની મંજૂરી કરી આપવામાં આવ્યા ન હતા છતાં આ લોન રાજેન્દ્રસિંહ વાસીયાએ મંજૂર કરી હતી અને ગ્રાહકોની માંગણી મુજબ ગ્રાહકોના એકાઉન્ટમાં કુલ લોનની રકમ રૂ 45,70,000મંજૂર કરી હતી ત્યારબાદ જ્યારે ઓડિટ આવતા નામદેવ ફીનવેસ્ટ પ્રા.લિ.ના લીગલ ઓફિસર ને જાણ થ ઇ હતી કે લોન મંજૂર કરવા માટેના ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ અને સહી સિક્કા બનાવટી અને ખોટા છે જેથી કંપનીએ સીમરન મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લિ.પાસે ડોક્યુમેન્ટ ચકાસણી કરાવતાં આ ડોક્યુમેન્ટ અને સહી સિક્કા ખોટા હોવાનું જણાયું હતું સાથે જ લોન ધારકોએ અમુક જ ઇ.એમ.આઇ.ભર્યા હોવાનું જાણવા મળ્યું હતું સાથે જ અન્ય એક ગ્રાહક શ્વેતાંગ ગિરીશભાઈ પટેલ ની 9,90,000ની પ્રોપર્ટી મોર્ગેજ લોન ના ડોક્યુમેન્ટ પણ ખોટી રીતે રજૂ કરી લોન મેળવ્યા નું બહાર આવ્યું હતું આ મુદ્દે રાજેન્દ્રસિંહ વાસીયાની પૂછપરછ કરતાં તેણે પોતાની સારી કામગીરી બતાવના ખોટા ડોક્યુમેન્ટ તથા પંચાયતના ડુપ્લીકેટ સહી સિક્કા બનાવી ખરા તરીકે દૂરપયોગ કર્યો હતો અને નોકરીમાંથી રાજીનામું આપી નોકરી છોડી દીધી હતી જેથી રાજેન્દ્રસિંહ રણજીતસિંહ વાસીયા વિરુદ્ધ ખોટા દસ્તાવેજો બનાવી કંપનીમાથી ગ્રાહકોને કુલ રૂ.45,70,000ની લોન મંજૂર કરાવી ઠગાઇ આચરી હોવાની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top