Vadodara

ફાફડા જલેબી બનાવવામાં ખુલ્લેઆમ ઘરેલુ સિલિન્ડર વપરાયા

વડોદરા પુરવઠા વિભાગ ઉંઘતું ઝડપાયું ,લાખો રૂપિયાનો ફાફડા જલેબીનો ધંધો કરનાર ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા દેખાયા

ના કોઈ કર, ના કોઈ બિલ, આવા લોકો પાસે ઘરેલુ 10 -10 સિલિન્ડર આવે છે ક્યાંથી?


વડોદરા શહેરમાં અવારનવાર મોંઘવારીના કારણે ગૃહિણીઓની બજેટ ખોરવાય છે. ત્યારે ઘર વપરાશના સિલિન્ડરમાં ભાવ વધારો પણ થતો હોય છે આવામાં તહેવાર સમયે તંત્ર ઊંઘતું ઝડપાયું હોય એમ દેખાઈ આવે છે. કેમકે દશેરાએ જલેબી ફાફડા બનાવવા ઘરેલું સિલિન્ડરનો ખુલ્લેઆમ ઉપયોગ કરાયો હતો.
દશેરાના તહેવારે અનેક વિસ્તારમાં ફાફડા જલેબી બનાવવાનું અને વેચાણ કરવાનું કામ ચાલુ હતું ત્યારે શહેરની કેટલીક જગ્યાએ ફાફડા જલેબી માટે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની જગ્યાએ ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ જોવામાં આવ્યો હતો. ઠેર ઠેર તંબુ બાંધી ફાફડા જલેબી રોડ પર જ બનાવવામાં આવી રહ્યા હતા અને ત્યાં જ વેચાણ પણ થતું હતું. શહેરના કેટલાય વિસ્તારોમાં આ તમામ જગ્યાએ ઘરેલુ ગેસના બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું હોય એમ દેખાઈ આવે છે. થોડાક સમય પહેલા એક નેતાને ત્યાંથી અનેક ઘરેલુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર શું આ ફાફડા જલેબીના વિક્રેતા અને તંબુ બાંધીને વેચાણ કરતા ફાફડા જલેવી વાળાને જે વગર બિલે ધંધો કરે છે, જેમાં કોઈ કર ભરતા નથી અને કોઈ બિલ પણ મળતું નથી. તેવામાં લાખો રૂપિયાનો ધંધો કરી કાળુ ધન ભેગું કરતા હોય અને પુરવઠા વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા હોય ત્યારે રાવણનું દહન આજે દશેરાના દિવસે થયું પરંતુ કુંભ કર્ણ ની નિંદ્રામાં મામલદાર આધીન પુરવઠા વિભાગના અધિકારીઓ હોય તેમ દેખાઈ આવ્યું હતું.

Most Popular

To Top