મેન્ટેનન્સની કામગીરીની પગલે ચાર કલાકનો વીજ કાપ,ગૃહિણીઓ અટવાઈ
વીજ કંપની દ્વારા આજથી રૂટિન મેન્ટેનન્સની કામગીરી :
વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રૂટીન મેન્ટેનન્સ ની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે 4 કલાકનો વીજ કાપ રહેશે ત્યારે વડોદરા શહેરના ફતેપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે ગૃહિણીઓ અટવાઈ પડી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રતિ વર્ષે જરૂરી મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. જેમાં રીપેરીંગ ટ્રાન્સફોર્મર બદલવા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ચાલુ વર્ષે આ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર કલાકનો વીજ કાપ રહેશે. આગામી 14 ફેબ્રુઆરી સુધી સવારે 7 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 10 ફેબ્રુઆરીના રોજ ઘડીયાળી પોળ લેહરીપુરા ફીડરમાં 11 ફેબ્રુઆરી અંબે ફીડરની આસપાસના વિસ્તારમાં 12 ફેબ્રુઆરી અપ્સરા ફીડર આસપાસનો વિસ્તાર 13 ફેબ્રુઆરીના રોજ માંજલપુર સરસ્વતી ફીડર તુલસીધામ ફીડર 14 ફેબ્રુઆરીના રોજ ફીડરમાં સવારે 7 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. એક તરફ સવારે અને મોડી શાન દરમિયાન ઠંડીનો તો બપોર દરમિયાન ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેવામાં આવી જ કાપ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌથી વધારે ઘરનું કામકાજ કરતી ગૃહિણીઓને સવારે વીજ કાપ હોવાથી ભારે હાલાકી વેઠવાની ફરજ પડી છે.