દાહોદ :
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે એક મોટરસાઈકલના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૯મી એપ્રિલના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફતેપુરાના સલરા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તે ચાલતાં જતાં ૫૭ વર્ષિય લલ્લુભાઈ રૂમાલભાઈ ગોધા (રહે.બટકવાડા, દલપુર ફળિયું, તા.સંતરામપુર, જિ.મહીસાગર) નાને અડફેટમાં લેતાં લલ્લુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે શૈલેષભાઈ લલ્લુભાઈ ગોધાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-