પોલીસે મકાનમાંથી લેપટોપ, પ્રિન્ટર, બનાવટી નોટો માટે વપરાતા સિક્યુરીટી થ્રેડ, કાગળો વિગેરે મુદ્દામાલ જપ્ત કરી આ ગુન્હામાં સંડોવાયેલા 2 ઈસમને પાડ્યાં
દાહોદ :
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયા દાહોદ એલસીબી પોલીસે એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે ઓચિંતો છાપો મારતાં મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય ચલણની નકલી નોટો છાપવાના કાળો કારોબારનો પર્દાફાશ કર્યાે છે. જેમાં પોલીસે મકાનમાંથી લેપટોપ, પ્રિન્ટર, બનાવટી નોટો માટે વપરાતા સિક્યુરીટી થ્રેડ, કાગળો વિગેરે મુદ્દામાલ જપ્ત કરી આ ગુન્હામાં સંડોવાયેલ 2 ઈસમોને ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ એલસીબી પોલીસે ગત તા.૦૮મી એપ્રિલના રોજ ફતેપુરાના લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતાં અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસીયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો. પોલીસ મકાનમાં છાપો મારતાંની સાથે ચોંકી ઉઠી હતી. મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલતો હતો. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી મકાનમાંથી લેપટોપ, બે પ્રિન્ટર, સિક્યુરીટી થ્રેડ અને બનાવટી ભારતીય નોટો છાપવા માટેના કાગળો કબજે કર્યાં હતાં. પોલીસે રૂા.૨૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે અશ્વિનાબેન અને કાનજીભાઈને મુકેશભાઈ કામોળ (રહે. છાલોર, તા.ફતેપુરા, જિ.દાહોદ), રાકેશભાઈ પારગી (રહે. વાંગડ, તા.ફતેપુરા, જિ.દાહો), હુસેન પીરા (રહે. હૈદરાબાદ) અને અન્ય એક ઈસમનાઓ લેપટોપ, પ્રિન્ટર, સિક્યુરીટી થ્રેડ (લીલી પટ્ટીવાળા કાગળો) નંગ.૧૪૩, કાળી પટ્ટીવાળા કાગળો નંગ.૩૩૨ વિગેરે મુદ્દામાલ પણ કબજે કર્યાે છે. આ બનાવમાં અશ્વિનાબેન અને કાનજીભાઈની પોલીસે અટકાયત કરી છે જ્યારે મુકેશભાઈ કામોળ, રાકેશભાઈ પારગી, હુસેન પીરા અને અન્ય એક ઈસમ મળી ૪ ઈસમોને પકડવાના બાકી હોઈ આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ નકલી ભારતીય ચલણની નોટોના કાળા કારોબારનો પર્દાફાર્શ કરી અન્ય ફરાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
———————————————
