Dahod

ફતેપુરા તાલુકાના પાડલીયામાં ક્રુઝર જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત નડ્યો…

ક્રુઝર જીપ ફતેપુરાના કરોડીયાથી ઝાલોદ જઈ રહી હતી

ક્રુઝર ચાલકે બળદને ટક્કર મારી ગાડી ઉપરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાતાં જીપ પલટી મારી જતા એક મહિલા સહિત ત્રણ પુરુષોને ઈજા પહોંચી:પાર્ક કરેલ મોટર સાયકલનો કચ્ચરઘાણ નીકળ્યો..

ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે દિન-પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.તેવી જ રીતે આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં એક ક્રુઝર જીપનાચાલકે સુખસર પાસે આવેલા હાઇવે માર્ગ ઉપર પાડલીયા માં બળદને ટક્કર મારતા ગાડી ઉપરથી કાબુ ગુમાવતા જીપ વૃક્ષ સાથે અથડાઈ પલ્ટી મારી જતા જીપમાં સવાર ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.ઇજા ગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે હાઇવે માર્ગ ઉપર આજરોજ ક્રુઝર જીપ નંબર- જીજે-17.બીએચ-4345 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાડલીયા ગામના જયંતીભાઈ નારસિંગભાઈ ડામોરના મકાન પાસેથી પસાર થતા સમયે ગાડી ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.અને મકાન પાસે બાંધેલા બળદને અકસ્માતે ટક્કર વાગતા ગાડી ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.જેમાં બળદના બંને શિંગડા ભાગી જવા પામ્યા હતા.ત્યારબાદ જીપ નજીકમાં આવેલા વૃક્ષ સાથે અથડાતા જીપ પલટી મારી ગઈ હતી.જેમાં જીપમાં સવાર ચાલક સહિત એક મહિલા તેમજ બે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જોકે આ અકસ્માતમાં જેન્તીભાઈ ડામોરની મકાન પાસે પાર્ક કરી રાખેલ મોટરસાયકલ ઉપર પણ જીપ ફરી મળતા મોટર સાયકલનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.તેમજ જેન્તીભાઈ ડામોરના મકાનના કોટના ગેટને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ ચાર ઇજાગ્રસ્તો પૈકી બેને વધુ ઈજા પહોંચવા પામી હોવાનું પણ જાણવા મળે છે.જીપ પલટી મારી જતા જીપ ચાલક જીપની નીચે દબાઈ જતા આસપાસમાંથી લોકોએ દાડી આવી ક્રુઝર ગાડીને ઉભી કરી ચાલકને બહાર કાઢ્યો હોવાનું પણ જાણવા મળે છે.જીપ ચાલક પોતાના કબજાની જીપને ફતેપુરાના કરોડીયા પૂર્વથી કોઈ કામ અર્થે ઝાલોદ તરફ લઈ જઈ રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.નસીબજોગે આ અકસ્માતમાં જાનહાની નહી થતા હાશકારો થયો છે.ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

Most Popular

To Top