Vadodara

ફતેપુરામાં સુભાષ અગ્રવાલની પેઢી પર દરોડો, શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ

દાહોદ:

દાહોદ જિલ્લાના ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલા જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી. જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટી ના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન મળી આવેલો શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. આ સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાંથી 15270 કિલો ગ્રામ ઘઉં,21,000 kg ચણા અને 240 kg ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હાલ બીજા દિવસે પણ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદારની ટીમને સાથે રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગર ના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ ચાલુ જ છે. જે બાદ વધુ વિગતો તપાસ પૂર્ણ થયેથી જાણવા મળશે.

Most Popular

To Top