Vadodara

ફતેપુરામાં ધુળેટીના દિવસે જુના ઝઘડાની અદાવતે તકરાર થતા લાકડીઓ-પથ્થરો હુમલો

રિક્ષાની તોડફોડ, એકીબાજના જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામે પોલીસ ફરિયાદ

કુંભારવાડા પોલીસે બંને જુથના 7 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી

પ્રતિનિધિ વડોદરા તા.5
ફતેપુરા ખારી તલાવડી વિસ્તારમાં ધુળેટીના દિવસે જુના ઝઘડાની અદાવતે બે જુથ્થ ઝઘડો થયો હતો. મામલો વધુ ઉગ્ર બતના લોકોએ લાકડી તથા પથ્થરોથી હિંસક હુમલો કર્યો હતો. જાહેરમાં થયેલી મારામારીના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામના દ્રશ્યો સર્જાયાં હતા. રિક્ષા પણ તોડફોડ કરાઇ હતી. એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને જૂથના 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
કિશનવાડી વિસ્તારમાં આવેલી શેરડીનગર સોસાયટીમાં રહેતા ભીખાભાઇ ભલાભાઇ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 4 માર્ચના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમનો ભત્રીજો લખન કનુ રાજપૂત તેમના બહેનને મળવા માટે ગયો હતો. ત્યારે અજય ઉર્પે ટપાલી દિપક મારવાડી, પ્રકાશ ઉર્ફે લલ્લુ દિપક મારવાડી તથા અંકિત મારવાડીએ તેની સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી જણાવ્યું હતુ કે તારા કાકા તે દિવસે કેમ બહુ કુદતા હતા બોલા તેને બતાવીએ તેમ કહીને ઝઘડો કર્યો હતો. જેથી તેણે કાકાને ફોન કરી જાણ કરતા તેઓ અને તોના ઘરના સભ્યો સાથે રિક્ષા લઇને આવ્યાં હતા ત્યારે ત્રણ આરોપીઓ હાથમાં તલવાર લઇ ધસી આવ્યાં હતા ત્યારબાદ રિક્ષા પર પથ્થર મારો કર્યો હતો અને કાચ તોડી નાખ્યાં હતા. ઉપરાંત અજય તથા પ્રકાશ અને કરણ મારવાડીએ લાકીડઓ તથા પથ્થોરથી હુમલો કર્યો હતો. ઉપરાંત હુમલાખોરો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સામા પક્ષના પ્રેમપ્રકાશ મારવાડીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની પત્ની 11 માસની દીકરી હેમાંગી લઇને તેઓના ભાઇ અજય ઉર્ફે ટપાલી સાથે ધૂળેટી રમતા હતા. ત્યારે ભીખા રાજપૂ, રિન્કેશ રાજપૂત, કનુ રાજપુત અને કાજલ રાજપૂતે રિક્ષામા આવી તેમની સાથે ઝઘડો કર્યાં બાદ પથ્થરોથી હુમલો કર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સાત લોકો સામે ગુનો નોંધી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top