Madhya Gujarat

ફતેપુરાના જલાઈ ગામે કાચા મકાનમાં આગ, બે બાળકો જીવતા ભુંજાયા

માસૂમ બાળકોના કરૂણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી

દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જલાઈ ગામે કરૂણાંતિકા છવાઈ જવા પામી છે. એક કાચા મકાનમાં આકસ્મિક આગ લાગતાં ઘરમાં રમી રહેલા બે સગા માસુમ કુમળી વયના ભાઈ-બહેન આગની અગનજ્વાળાઓની લપેટમાં મકાનની સાથે આવી જતાં મકાનની સાથે સાથે બંન્ને માસુમ ભાઈ-બહેન બળીને ભડથુ થઈ જતાં સમગ્ર જિલ્લામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવામાં પામી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો ત્યારે ઘટના સ્થળે પહોંચે પોલીસે તેમજ ફાયરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી બંન્ને માસુમ બાળકોને બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ફતેપુરાના જલાઈ ગામે રહેતાં પારગી અનીલભાઈ ભુરસીંગભાઈના મકાનમાં આજરોજ ભરબપોરના અઢી વાગ્યાના સમયગાળા દરમ્યાન તેઓના કાચા મકાનમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી. ત્યારે ઘરમાં રમી રહેલા અનીલભાઈના બે બાળકો જેમાં પારગી ભાવનાબેન અનિલભાઈ (અંદાજે ઉ.વ.૪) અને પારગી પોપટભાઈ અનીલભાઈ (અંદાજે ઉ.વ.૨) બંન્ને બાળકો ઘરમાં હતાં. જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે બાળકોની દાદી તે સમયે તેઓની દાદી કબુડીબેન નજીકમાં આવેલ હેન્ડપંપ ઉપર પાણી ભરવા માટે ગયાં હતાં અને પોતાના ઘરમાં આગ લાગી હોવાનું જાણવા મળતાં તેઓ તાબડતોડ ઘર તરફ દોડ્યાં હતાં ત્યારે તેઓને બંન્ને બાળકો બહાર જાેવા ન મળતાં તેઓએ બુમાબુમ કરી મુકી હતી. અને જાેતજાેતામાં આસપાસના લોકો અને પરિવારજનો પણ ઘર તરફ દોડી આવ્યાં હતાં ત્યારે બંન્ને બાળકોનો અવાજ ભડભડ બળી રહેલ કાચા મકાનમાંથી સાંભળવા મળતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આગ લાગેલ મકાનમાં કોઈની જવાની હિંમત ચાલી ન હતી ત્યારે સ્થાનીકોએ પ્રથમ તબક્કે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી ન હતી ત્યારે બીજી તરફ કાચા મકાનમાં લાગેલ આગમાં અંદર બંન્ને માસુમ બાળકો પણ આગની અગન જ્વાળાઓની લપેટમાં આવી જતાં બંન્ને માસુમ ભાઈ-બહેન આગમાં ભડથુ થઈ ગયાં હતાં. આગ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરો અને પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં આગ લાગેલ મકાન પર ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ સંપુર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું ત્યાં તો બંન્ને માસુમ બાળકો પણ આગની લપેટમાં આવી જતાં ભડથુ થઈ જતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. ગ્રામજનોમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે બંન્ને માસુમ બાળકોના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ત્યારે મકાનમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહેવા પામ્યું છે.

આ સંબંધે સ્થાનીક પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————

Most Popular

To Top