Vadodara

ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ

એરબેગ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ,સામાન્ય ઈજા

કારને મોટું નુકસાન,સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન :

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

વડોદરા શહેરમાં આગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. તેવામાં ગતરાત્રીએ શહેરના ફતેગંજ વિસ્તારમાં બ્રિજ પહેલા એક ટેક્સી પાર્સિંગ કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં એર બેગ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

વડોદરા શહેરમાં હજીએ વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. તેમ છતાં ઉતાવળની લ્હાયમાં કેટલાક ચાલકો રોંગ સાઈડે તો કેટલાક વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ તોડી પસાર થતા હોય છે. જેઓ પોતે અને બીજાના જીવને પણ જોખમમાં મુકતા હોય છે. આવા કિસ્સામાં ઘણી વખત અકસ્માતના બનાવો બનવા સાથે કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ આજે પણ ચાલકો ધીમી ગતિએ વાહન નહીં ચલાવી ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરી રહયા છે અને અકસ્માત સર્જાય છે.

ત્યારે, ગતરાત્રીએ પણ ફતેગંજમાં ટેકસી પાર્સિંગ કારને અકસ્માત નડ્યો હતો. કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં એર બેગ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે ગાડી એટલી સ્પીડમાં હતી કે કચ્ચરઘાણ વડી ગયું હતું. અને મોટું નુકસાન થયું હતું. ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. કાર રોંગ સાઈડ પર જય રહી હોય અને અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવાયું હતું. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top