દુકાનમાંથી રૂપિયા 97 હજારના મુફતી બ્રાન્ડના ડુપ્લીકેટ શર્ટ મળ્યા..
ડુપ્લીકેટ માલનું વેચાણ કરનાર ઇસમ વિરુદ્ધ કોપીરાઈટના હેઠળ ગુનો નોંધાયો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓના ડુપ્લીકેટ માલનું બેફામ વેચાણ થતું જ રહેતું હોય છે, ત્યારે પોલીસ આવા ડુપ્લીકેટ માલનું વેચાણ કરનાર વેપારીઓ વિરુદ્ધ કોપીરાઇટ ગુનો નોંધી કાર્યવાહી કરે છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ધ બ્રાન્ડ સ્ટુડીયો નામની દુકાનમાં ડુપ્લીકેટ મુફતી બ્રાન્ડના શર્ટનું વેચાણ થતુ હોવાનુ કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર પ્રહલાદચંદ્ર સોહનલાલ નાયને જાણ થઈ હતી. જેથી 24 માર્ચના રોજ ફતેગંજ ખાતે આવેલી આ દુકાનમાં મુફ્તી બ્રાન્ડના ડુપ્લીકેટ શર્ટનું વેચાણ થતું હોવાથી તે બાબતે ઝોનના ડીસીપીને જાણ કરી હતી.સયાજીગંજ પોલીસે કર્મચારી સાથે રહીને ડુપ્લીકેટ માલનું વેચાણ કરનારનાની દુકાનમાં બાતમી આધારે કંપનીના માણસ સાથે પોલીસે ફતેગંજ વિસ્તારમાં આવેલ ધ બ્રાન્ડ સ્ટેડિય નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે દુકાનમાં એક શખ્સ હાજર હોય તેનું નામ પૂછતા તેણે મોહમદ હુસેન હનીફભાઈ દુધવાલા (રહે. નાગરવાડા) હોવાનુ જણાવ્યુ હતું. જેથી તપાસ દરમ્યાન દુકાનમાં મુફ્તી બ્રાંડના શર્ટ ડુપ્લીકેટ હોવાનુ જાણવા મળ્યુ હતુ.દુકાનમાં વધુ તપાસ કરતા રૂપિયા 97 હજારની કિંમતના મુફ્તી બ્રાંડના ડુપ્લીકેટ શર્ટ મળી આવ્યા હતા. જેથી પોલીસે દુકાનના માલિક હુસેન હનીફ દૂધવાલા વિરૂદ્ધમા ધી કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
