શહેરના ફતેગંજ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મોડી રાત સુધી લારીઓ ચાલુ રાખવાના મુદ્દે વિરોધ સાથે યુવાનો દ્વારા વડોદરા મ્યુનિ. કચેરી ખાતે આવેદનપત્ર
લારીઓ ઉપર રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો પણ જામે છે
શહેરના અન્ય વિધર્મી લોકોના વિસ્તારોમાં મોડી રાત સુધી બેરોકટોક લારી ગલ્લાઓ ચાલી રહ્યા છતાં પ્રશાસન, પોલીસ દ્વારા આંખ આડા કાન
શહેરના ફતેગંજ વિસ્તારમાં ઠેર ઠેર લારી વિધર્મીઓના ગલ્લાઓના રાફડા લાગે છે. જે તમામ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. તેમજ ફતેગંજના રહેવાશીઓને ખુબજ તકલીફરૂપ બની ગયા છે. ઉપરાંત આ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણોના પરિણામે સાંજના સમયમાં વિપુલ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. ઉપરાંત લારી ગલ્લા પર આવતા લોકો તેમના વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ કરે છે તે પણ ખુબ જ નડતર રૂપ બની જાય છે .
ફતેહગંજના સમગ્ર વિસ્તારની અંદર વિધર્મીઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ તથા લારી ગલ્લાઓ ઉભા કરવામાં આવે છે. જેના કારણે રહેણાંક લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે . આ વિધર્મીઓને અનેક વાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ મુદ્દે સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ ગેરકાયદેસર બાંધકામ હટાવે. પરંતુ આ લોકોની એટલી લુખ્ખાગીરી અને દાદાગીરી છે કે તેમના પર કોઈનો અંકુશ નથી. જેના લીધે સમગ્ર વિસ્તારની શાંતિ વખોડાઈ છે . તે મુદ્દે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે આ ગેરકાયદેસર બાંધકામોની માપણી કરી સાથે જ ગેરકાયદેસર લારીગલ્લાઓ VMC વડે જલ્દીથી જલ્દી હટાવવામાં આવે.
આ લારી ગલ્લા વાળા અને વિધર્મીઓ દ્વારા ખાસ કરીને રાત્રીના સમયમાં ખુબજ લુખ્ખાગિરી અને દાદાગીરી કરવામાં આવે છેલારીઓ પર અસામાજિક તત્વોના અડ્ડા જામતા હોય છે. ગમે તેની સાથે મારામારી કરવી ગમે તે છોકરીની છેડતી કરવી એ આ વિધર્મીઓ માટે ખુબજ સામાન્ય વાત છે . આ વિસ્તારમાં યુનિવર્સીટી પણ આવેલી છે. આ વિસ્તાર જેમાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે અને PG વગેરેમાં પણ અનેક દીકરીઓ રહે છે. આ દીકરીઓને પણ આ લુખ્ખા વિધર્મીઓના કારણે બહાર નીકળવામાં ખુબજ અગવડ પડે છે. આ દીકરીઓ બીજા ગામ કે રાજ્યોમાંથી જયારે આપણા શહેરમાં અભ્યાસ કરવા આવે તો આપણા વડોદરા શહેરમાં તેમને રક્ષણ મળી રહે તે આપણી સૌની નૈતિક જવાબદારી છે. શહેરમાં અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ વિધર્મીઓની લારીઓ મોડી રાત સુધી ધમધમે છે જેના પર પ્રશાસન કે પોલીસનો જાણે કોઇ અંકુશ નથી તો તાત્કાલિક અસરથી પ્રશાસન તથા પોલીસ આ દિશામાં કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માગણી કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.