શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ વિસ્તારોમાં ઘરકામ માટે બળજબરી નોકરી પર રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
શહેરના ઘોડદોડ રોડ ખાતે આવેલા મેઘરથ એપાર્ટમેન્ટમાં રહેતા સત્યનારાયણ ઓમકારચંદ રાઠીને ત્યાંથી એન્ટી હ્યુમન ટ્રાફીંગ યુનિટ (ANTI HUMAN TRACKING UNIT)ની ટીમ દ્વારા પ.બંગાળની 18 વર્ષીય યુવતીને મુક્ત કરી નારી સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવી હતી. આ યુવતીને પ.બંગાળમાંથી અપહરણ કરીને લાવવામાં આવી હતી. પ.બંગાળ ખાતે રહેતી આ યુવતીને મયુરી નામની મહિલા તેના ભાઈનો બર્થ ડે હોવાનું કહીને ઘરેથી લઈ ગઈ હતી. આ મહિલા યુવતીને દિલ્લી ખાતે આવેલી ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીમાં લઈ ગઈ હતી.
એજન્સીમાં યુવતી પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લેવાયો હતો. ત્યાંથી તેને એજન્સી મારફતે સુરત ટેક્ષટાઈલના વેપારીને ત્યાં ઘરકામ માટે મોકલી આપવામાં આવી હતી. ગત 25 જાન્યુઆરીએ યુવતીને સુરત લાવ્યા બાદ તેને મોકો જોઈને પ.બંગાળ ખાતેની મુક્તિ ફાઉન્ડેશન એનજીઓ (MUKTI FOUNDATION)ને વિડીયો મોકલી જાણ કરી હતી. જેના આધારે એનજીઓએ યુવતીના પરિવારનો સંપર્ક કરી પ.બંગાળ ખાતે જલપાઈ ગુડી જિલ્લાના મેટલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા સુરત પોલીસ (SURAT POLICE)ને જાણ કરવામાં આવી હતી. જેના આધારે એએચટીયુ દ્વારા રેડ કરી યુવતીને મુક્ત કરાવી ટેક્ષટાઈલ વેપારી સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
યુવતીએ એનજીઓને વિડીયો મોકલ્યો હતો
યુવતીને સુરત લાવ્યા બાદ એજન્સીના માણસોએ તેનો મોબાઈલ ફોન પાછો આપી દીધો હતો. યુવતીએ મુક્તિ ફાઉન્ડેશન એનજીઓને વિડીયો મોકલ્યો હતો કે મારું નામ પ્રિયા (નામ બદલ્યું છે) છે. હું પ.બંગાળની વતની છું અને મને અપહરણ કરી બળજબરી સુરત લાવવામાં આવી છે. મારી પાસે જબરજસ્તી ઘરકામ કરાવવામાં આવે છે અને મેન્ટલી ટોર્ચરીંગ કરવામાં આવે છે. આ વીડીયોના આધારે એનજીઓએ તેના પરિવારનો સંપર્ક કરી બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.