Vadodara

પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજન માળીને ધરપકડ….

છાણી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજન માળીને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એન.ડી.પી.એસ. પ્રોહીબિશન તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા અથવા વોન્ટેડ આરોપીનાઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી પરીણામલક્ષી કામગીરી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આપેલી સૂચના અનુસાર
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.ડી.રાતડા નાઓએ અલગ અલગ ટીમો બનાવી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે,” છાણી પોલીસ સ્ટેશન પ્રોહીબિશનના ગુનાના કામે ભાગતો ફરતો આરોપી રાજન માળી પદમલા ગામ, માળી મહોલ્લા વડોદરા શહેર નાનો હાલમાં પદમલા ગામ પરમાર સોસાયટીના નાકા પાસે રોડ ઉપર ઉભો છે.” જે બાતમી હકિકતના આધારે બાતમીવાળી જગ્યાએથી રાજેન્દ્ર ઉર્ફે રાજન રમણભાઇ માળી, રહે. પદમલા ગામ, માળી મહોલ્વો, વડોદરા શહેર નામના આરોપીને પકડી પુછપરછ કરી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતા આરોપી છાણી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અને આજદીન સુધી ગુનામાં વોન્ટેડ હોય જેથી આરોપી વિરુધ્ધ હસ્તગતની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે સોપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે.

Most Popular

To Top